ETV Bharat / state

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ભરૂચ તાલુકા પંચાયતની અંતિમ સામાન્ય સભા મળી - વિકાસ કમિશનર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ભરૂચ તાલુકા પંચાયતની અંતિમ સામાન્ય સભા મળી હતી. આ સભામાં સ્ટેમ્પ ડ્યૂટી ગ્રાન્ટના કામો સહિતના મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

bharuch palika
bharuch palika
author img

By

Published : Sep 30, 2020, 4:59 PM IST

ભરૂચઃ સમગ્ર રાજ્યમાં નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના નાદ ગુંજી રહ્યા છે. ત્યારે ઈલેક્શન કમિશન અને સંસ્થાઓ પાલિકા-પંચાયતોએ ચૂંટણીઓ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. વિકાસ કમિશનરે 31 જિલ્લા પંચાયતની ચૂંટણી માટેની બેઠકો નક્કી કરી જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાંથી 28 જિલ્લા પંચાયતની હાલની બેઠકોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ભરૂચ તાલુકા પંચાયતની અંતિમ સામાન્ય સભા મળી હતી. જેમાં સ્ટેમ્પ ડ્યૂટી ગ્રાન્ટના કામો સહિતના મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

બુધવારે મળેલી ભાજપ શાષિત ભરૂચ તાલુકા પંચાયતની ચૂંટણી પૂર્વેની અંતિમ સામાન્ય સભામાં પ્રમુખ નરેન્દ્ર પટેલ તેમજ તાલુકા વિકાસ અધિકારી સહિત ચૂંટાયેલા સભ્યો હાજર રહ્યા હતા.

આ સામાન્ય સભામાં સ્ટેમ્પ ડ્યૂટી ગ્રાન્ટનાં કામોની ફેરફાર દરખાસ્ત, સ્ટેમ્પ ડ્યૂટી ગ્રાન્ટનાં કામોની બચત રકમની દરખાસ્ત સહિતના પાંચ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને મંજૂરી આપવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.