ETV Bharat / state

ભરૂચ સ્થાનિક સ્વરાજની ચૂંટણી: 348 બેઠકો પર 1026 ઉમેદવારીનું ભાવિ નક્કી કરશે 11.95 લાખ મતદારો

ભરૂચ જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકા સામાન્ય ચૂંટણીની 348 બેઠકો માટે 11,95,079 મતદારો 1026 ઉમેદવારોનું ભાવિ નકકી કરશે. ચારેય પાલિકા માટે 246 અને જિલ્લા- તાલુકા પંચાયત માટે 1117 મતદાન મથકોએ મતદાન થશે. પાલિકાની ચૂંટણીમાં 2,64,707 મતદારો અને જિલ્લા તાલુકા પંચાયત માટેની ચૂંટણીમાં 9,30,372 મતદારો મતદાનમાં ભાગ લેશે.

348 બેઠકો પર 1026 ઉમેદવારીનું ભાવિ નક્કી કરશે 11.95 લાખ મતદારો

author img

By

Published : Feb 28, 2021, 1:42 PM IST

  • જિલ્લામાં 1363 મતદાન મથકો પેકી 367 અતિ સંવેદનશીલ અને 347 સંવેદનશીલ મથકો
  • 4 પાલિકા, 9 તાલુકા અને 1 જિલ્લા પંચાયત માટે 7886 સ્ટાફની ફાળવણી
  • ભરૂચ પાલિકાની 44 બેઠકો માટે સૌથી વધુ 149 ઉમેદવારો, 30 અપક્ષો નવા જુની કરશે

ભરૂચ: જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકા સામાન્ય ચૂંટણીની 348 બેઠકો માટે 11,95,079 મતદારો 1026 ઉમેદવારોનું ભાવિ નકકી કરશે. ચારેય પાલિકા માટે 246 અને જિલ્લા- તાલુકા પંચાયત માટે 1117 મતદાન મથકોએ મતદાન થશે. પાલિકાની ચૂંટણીમાં 2,64,707 મતદારો અને જિલ્લા તાલુકા પંચાયત માટેની ચૂંટણીમાં 9,30,372 મતદારો મતદાનમાં ભાગ લેશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આજે રવિવારે મુક્ત , ન્યાયી, તટસ્થ અને પારદર્શિતા સાથે સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ.એમ.ડી. મોડિયાના માર્ગદર્શન હેઠળ તૈયારીઓ પૂર્ણ કરાય છે. આ તમામ મતદાન મથકોએ પોલીંગ સ્ટાફની વ્યવસ્થા અને મતદાન મથકો સહિતના જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કડક સુરક્ષાના પ્રબંધો હાથ ધરાઇ છે . સ્થાનિક સ્વરાજની ત્રણેય સંસ્થાઓની કુલ 348 બેઠક માટે 11,95,079 મતદારો 1026 ઉમેદવારોનું ભાવિ નકકી કરશે. જેમાં ચારેય નગરપાલિકા માટે 246 અને જિલ્લા તાલુકા પંચાયત માટે 1117 મતદાન મથકોએ મતદાન થશે.

ભરૂચ પાલિકા: 11 વોર્ડ, 44 બેઠકો

ભરૂચ નગરપાલિકામાં 11 વોર્ડમાં 44 બેઠકો માટે ભાજપા -44 , કોંગ્રેસ- 43 , આમ આદમી પાર્ટી -12, AIMIM -6, અન્ય -14, અપક્ષ -30 મળી કુલ 149 ઉમેદવારો વચ્ચે યોજાનારી ચૂંટણી સ્પર્ધા માટે 148 મતદાન મથકોએ મતદાન યોજાશે.

અંકલેશ્વર નગર પાલિકાઃ 9 વોર્ડ, 36 બેઠકો

અંકલેશ્વર નગરપાલિકાની 9 વોર્ડની 36 બેઠકો માટે ભાજપા -34 , કોંગ્રેસ- 35 , બહુજન સમાજ પાર્ટી -4 , આમ આદમી પાર્ટી -2 , અન્ય -14 અને અપક્ષ -11 મળી કુલ 100 ઉમેદવારો વચ્ચે યોજાનારી ચૂંટણી સ્પર્ધા માટે 52 મતદાન મથકોએ મતદાન યોજાશે.

આમોદ પાલિકાઃ 6 વોર્ડ, 24 બેઠકો

આમોદની કુલ 6 વોર્ડની 24 બેઠકો માટે ભાજપા-24 , કોંગ્રેસ-24, અન્ય-8 અને અપક્ષ -25 મળી કુલ 81 ઉમેદવારો વચ્ચે યોજનારી ચૂંટણી સ્પર્ધા માટે 14 મતદાન મથકોએ મતદાન યોજાશે.

જંબુસર પાલિકાઃ 7 વોર્ડ, 28 બેઠકો

જંબુસર પાલિકાની 7 વોર્ડમાંથી 28 બેઠકો માટે ભાજપા-28, કોંગ્રેસ 19, અન્ય -7 અને અપક્ષ- 52 મળી 106 ઉમેદવારો વચ્ચે યોજાનારી ચૂંટણી સ્પર્ધામાં 32 મતદાન મથકોએ મતદાન યોજાશે.

જિલ્લા પંચાયતની 34 બેઠકો પૈકી 1 બેઠક બિનહરીફ

કુલ 33 બેઠકો ઉપર ભાજપા-33, કોંગ્રેસ-33, આમ આદમી પાર્ટી-2, એઆઇએમઆઇએમ-1 , અન્ય-19 અને અપક્ષ-7 મળી 95 ઉમેદવારો

જિલ્લાની 9 તાલુકા પંચાયતની 182 બેઠકો પૈકી હાંસોટ તાલુકાની એક બેઠક બિનહરિફ

181 બેઠકો માટે થનારી ચૂંટણીમાં ભાજપા 181, કોંગ્રેસ-180, નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટી-1, આમ આદમી પાર્ટી-13, એઆઇએમઆઇએમ-6, અન્ય -75, અપક્ષ -19 મળી 495 ઉમેદવારો વચ્ચે યોજાનારી ચૂંટણી સ્પર્ધામાં જિલ્લાના નવેય તાલુકાના કુલ 1117 મતદાન મથકોએ મતદાન યોજાશે.

1363 મતદાન મથકો પેકી 367 અતિ અને 347 સંવેદનશીલ

જિલ્લા અને તાલુકા પંચાયત માટે 1117 મતદાન મથકોમાં 274 અતિ સંવેદનશીલ અને 290 સંવેદનશીલ છે, જ્યારે 553 સામાન્ય છે. 4 પાલિકાના 246 મતદાન મથકમાં 93 અતિ સંવેદનશીલ, 57 સંવેદનશીલ અને 96 સામાન્ય છે.

ચૂંટણીમાં મતદાન મથકોએ 7,886નો સ્ટાફ બજાવશે ફરજ

પંચાયતોની ચૂંટણીમાં 1,278 પ્રિસાઈડિંગ ઓફિસર, 1,278 આસી. પ્રિસાઈડિંગ, 1,310 પોલિંગ ઓફિસર-1, 1,288 પોલિંગ ઓફિસર-2, 1,278 પટ્ટાવાળા મળી 6,432નો સ્ટાફ રહેશે. 4 પાલિકામાં મતદાન મથકોએ કુલ 1,454નો સ્ટાફ ફરજ બજાવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.