અંકલેશ્વર: મહાકાળી ફાર્મા કેમમાં ઉત્પાદન પ્રક્રિયા ચાલી રહી હતી, દરમ્યાન પ્લાન્ટમાં અચાનક આગ (Ankleshwar GIDC fire ) ભભૂકી ઉઠતા કામદારોમાં નાશભાગ મચી જવા પામી હતી. પ્લાન્ટમાં લાગેલી આગ નજીક મુકેલ સોલ્વન્ટના દ્રમમાં ફેલાતા વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કંપની સંચાલકોએ નોટીફાઈડ ફાયર સ્ટેશન (Ankleshwar fire station)માં જાણ કરી હતી.
15થી વધુ ફાયર બ્રિગેડની મદદ
ફાયર બ્રિગેડ સાથે ફાયટરો દોડી આવ્યા હતા, જો કે આગ વધુ ફેલાતા બાજુમાં આવેલ કંપનીમાં ફેલાય હતી. સોલ્વન્ટના જથ્થાના કારણે આગ વધુ વિકરાળ બનતા અંકલેશ્વર નગર પાલિકા પાનોલી જીઆઇડીસી(Panoli gidc), ઝઘડિયા જીઆઇડી (jaghadiya gidc)સી તેમજ ખાનગી કંપની મળી 15થી વધુ ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. કંપનીમાં લાગેલ આગના પગલે ટ્રક પણ બળીને ખાખ થઇ ગઈ હતી.
પોલીસનો કાફલો, વીજ કંપનીના કર્મચારીઓ
પોલીસનો કાફલો દોડી આવી કંપની તરફ આવતા માર્ગને અવરજવર માટે બંધ કર્યો હતો. તેમજ વીજ કંપનીના કર્મચારીઓ આવી પહોંચી વીજ પુરવઠો બંધ કરી દીધો હતો. આગને પગલે અંકલેશ્વરના નાયબ કલેકટર નૈતીકા પટેલ સહીત ઉદ્યાગ મંડળના હોદ્દેદારો આવી પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. જો કે બે કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો. સદ્ભાગ્યે કોઈ જાણ હાનિ થવા પામી ન હતી. જો કે કંપની બળીને ખાખ થઇ જતા ભારે નુકશાન થવા પામ્યું હતુ.