ભરૂચઃ ધોરણ-12 સામાન્ય પ્રવાહનું ભરૂચ જિલ્લાનું 69.3 ટકા પરિણામ જાહેર થયું છે. જિલ્લામાં A-1ગ્રેડમાં માત્ર 3 જ વિદ્યાર્થીનો સમાવેશ થયો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2020માં લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરિક્ષાનું સોમવારના રોજ બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ જિલ્લાનું 69.3 ટકા પરિણામ જાહેર થયું છે.
જે ગત વર્ષ કરતા 3 ટકા કરતા ઓછું છે. ગત વર્ષે ભરૂચ જિલ્લાનું 71.51 ટકા પરિણામ આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં ગ્રેડ પ્રમાણે વિદ્યાર્થીઓની સંખ્યા પર નજર કરીએ તો A 1 ગ્રેડમાં 3 વિદ્યાર્થીઓ, A-2 ગ્રેડમાં 98 વિદ્યાર્થીઓ B-1માં 401 વિદ્યાર્થીઓ, B-2 ગ્રેડમાં 1110 વિદ્યાર્થીઓ, C-1 1805 વિદ્યાર્થીઓ, C-2 1275 વિદ્યાર્થીઓ D ગ્રેડમાં 117 વિદ્યાર્થીઓ E-1માં 3 વિદ્યાર્થીઓ અને 1281 વિદ્યાર્થીઓનો નીડ ટુ ઈમ્પ્રુવમેન્ટમાં સમાવેશ થાય છે. ભરૂચ જિલ્લામાં 6972 વિદ્યાર્થીઓએ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરિક્ષા આપી હતી.
ભરૂચ જિલ્લાના કેન્દ્ર વાર પરિણામ પર નજર કરીએ તો અંકલેશ્વર કેન્દ્રનું 70.35 ટકા, નેત્રંગ કેન્દ્રનું 77.92 ટકા, હાંસોટ કેન્દ્રનું 63.80 ટકા, વાલિયા કેન્દ્રનું 88.59 ટકા થવા કેન્દ્રનું 96.88 ટકા, ભરૂચ કેન્દ્રનું 69.89 ટકા, ઝાડેશ્વર કેન્દ્રનું 79.૪૯ ટકા,દયાદરા કેન્દ્રનું 66.19 ટકા જંબુસર કેન્દ્રનું 65.92 ટકા આમોદ કેન્દ્રનું 61.60 ટકા અને ઝઘડીયા કેન્દ્રનું 63.87 ટકા પરિણામ જાહેર થયું છે. આમ સૌથી વધુ થવા કેન્દ્રનું તો સોથી ઓછું વાલિયા કેન્દ્રનું પરિણામ આવ્યું છે.