ભરૂચ: કોરોના વાયરસની મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે, ત્યારે ભારત અને ગુજરાત પણ આ જીવલેણ રોગની ઝપેટમાં આવી ગયું છે. જેથી કોરોના વાયરસને ફેલાવતો રોકવા તંત્ર દ્વારા જરૂરી પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.
જેમાં પબ્લિક ટ્રાન્સપોર્ટનું મોટું માધ્યમ એવા ST વિભાગ દ્વારા પણ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે જરૂરી પગલા ભરવામાં આવી રહ્યા છે. ST વિભાગ દ્વારા તમામ બસની સાફ સફાઈ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત બસના ડ્રાઈવર અને કંડક્ટરને બસમાં જતાં પહેલા સેનેટાઈઝરથી હાથ ધોવડાવવામાં આવી રહ્યા છે. આ સાથે જ કોઈ મુસાફરમાં શરદી, ખાંસી સહિતના લક્ષણો નજરે પડે તો તેને તાકીદે નજીકના દવાખાને ખસેડવા પણ સુચન કરવામાં આવે છે.