- ગુજરાતમાં વેક્સિનેશનના બીજા તબક્કાનો પ્રારંભ
- ભરૂચમાં કોરોના વેકસીનેશનના બીજો તબક્કાનો પ્રારંભ
- પોલીસ વિભાગના Dysp સહિત 50 અધિકારીઓએ વેક્સિન મુકાવી
ભરૂચ: કોરોના મહામારી વચ્ચે આજથી વેક્સિનેશનના બીજા તબક્કાનો પ્રારંભ થયો છે. ત્યારે ભરૂચ ક્લેક્ટર ડૉ.એમ.ડી.મોડીયા અને SP રાજેન્દ્રસિંહ ચુડાસમા સહિતના અધિકારીઓએ કોરોના વેક્સિન મુકાવી હતી.
વેકસીન સંપૂર્ણ સુરક્ષિત: ડૉ.એમ.ડી.મોડિયા, ક્લેક્ટર
ત્યારે ભરૂચમાં પણ ઉચ્ચ અધિકારીઓએ વેક્સિન મુકાવી હતી. ભરૂચ ક્લેક્ટર ડૉ.એમ.ડી.મોડીયા અને જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ કોરોનાની કોરોના વેક્સિન મુકાવી હતી. આ સાથે જ પોલીસ વિભાગના Dysp સહિત 50 અધિકારીઓએ પણ વેક્સિન મુકાવી હતી. વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત છે તેવું ભરૂચ કલેકટર ડૉ.એમ.ડી.મોડિયાએ જણાવ્યુ હતું.
વેકસીનનો સુવર્ણ યુગ: રાજેન્દ્રસિંહ ચુડાસમા, SP
તો બીજી તરફ ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ રસી મુકાવ્યા બાદ મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેઓએ જણાવ્યુ હતું કે, કોરોનાના પડકારજનક દિવસો બાદ વેક્સિનેશનના આ સુવર્ણ દિવસો છે ત્યારે દરેક લોકો વેક્સિન મુકાવે અને તેના પછી પણ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઈઝરના નિયમોનું પાલન કરે.