વર્ષ 2016માં અંકલેશ્વર GIDCની એક પ્રતિષ્ઠિત શાળામાં ધોરણ 6માં અભ્યાસ કરતી બાળકી સ્કુલ વાન ચાલકની હવસનો શિકાર બની હતી. બાળકી જે વેનમાં શાળાએ જઈ રહી હતી. તે સ્કુલ વેનના ચાલક અબ્દુલ કૂટબુદ્દીન કુદરૂસે બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતાં. આ અંગેની જાણ બાળકીએ તેના ક્લાસ ટીચરને કરતા વાલીને જાણ કરાઈ હતી અને સ્કુલ વેન ચાલક વિરુદ્ધ અંકલેશ્વર GIDC પોલીસ મથકે ફરિયાદ નોધાવવામાં આવી હતી.
આ અંગેનો કેસ ભરૂચના પોક્સો કોર્ટનાં ન્યાયાધીશ A.V વ્યાસની કોર્ટમાં ચાલી જતા કોર્ટે મદદનીશ જીલ્લા સરકારી વકીલ આર.જે.દેસાઈની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી સ્કુલ વેન ચાલક અબ્દુલ કૂટબુદ્દીન કુદરૂસને 5 વર્ષ કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો. કોર્ટે આ મામલામાં નોધ્યું હતું કે વાલીઓ સ્કુલ વેન ચાલક પર વિશ્વાસ રાખીને બાળકોને શાળાએ મોકલતા હોય છે, ત્યારે સ્કુલ વેન ચાલકના આ કૃત્યથી સમાજમાં ડરનો માહોલ સર્જાયો હતો, ત્યારે સ્કુલ વેન ચાલકને કડક સજા કરવામાં આવી હતી.