- ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલા ખાનપુરદેહની ઘટના
- ગામમાં બનાવવામાં આવેલા RCC રોડનું બિલ પાસ કરાવવા માગી હતી લાંચ
- ACBને જાણ કરાતા ઈજનેર વતી લાંચ લેવા આવેલો સરપંચ ઝડપાયો
ભરૂચ: જંબુસર તાલુકાના ખાનપુરદેહ ગામમાં RCC રોડ બનાવવાની કામગીરી પૂર્ણ થયા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા 1.60 લાખનું કામ પૂર્ણ થતા ગ્રામ પંચાયતમાં બિલ મૂકવામાં આવ્યું હતું. આ બિલ પાસ કરાવવા જિલ્લા પંચાયતના બાંધકામ શાખાના અધિક મદદનીશ ઇજનેર શશીકાંત મોહનભાઈ ચૌધરી અને ગામના સરપંચ અબ્દુલ રસીદ સુલેમાન પટેલે રૂપિયા 1.40 લાખની માગ કરી હતી. જે અંગે વડોદરા ACBમાં ફરિયાદ નોંધાઈ હતી.
ભરૂચના ધોળીકુઈ વિસ્તારમાં ગોઠવાઈ હતી ટ્રેપ
ભરૂચના ધોળીકુઇ વિસ્તારમાં આવેલી મચ્છી માર્કેટ સ્થિત સી-ફૂડના ગોડાઉનની ઓફીસમાં ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જ્યાં લાંચની રકમ સ્વિકારવા અધિક મદદનીશ ઇજનેર શશીકાંત મોહનભાઇ ચૌધરી વતી ખાનપુરદેહ ગામના સરપંચ અબ્દુલરસીદ સુલેમાન પટેલ આવતા પોલીસે તેને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે.