ભરૂચઃ ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યા 1 હજારને પાર પહોંચી ગઇ છે. જિલ્લામાં પણ કોરોના વાઇરસના કેસ દિનપ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે જિલ્લામાં કોરોના વાઇરસના 21 કેસ પોઝિટિવ આવતા સિવિલ હોસ્પિટલ જવાનો માર્ગ બ્લોક કરી દેવામાં આવ્યો છે.
![ભરૂચમાં કોરોના વાઇરસના કેસો વધવાને કારણે સિવિલ હોસ્પિટલ જવાનો માર્ગ બ્લોક કરાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-brc-02-av-roadblock-vis-7207966_17042020131013_1704f_1587109213_905.jpg)
સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા આરોગ્ય કર્મીઓને પણ કરોના વાઇરસના પોઝિટિવ કેસ બહાર આવતા ચકચાર મચી ગઈ છે. પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલથી સ્ટેશન રોડ સુધીના માર્ગ બ્લોક કરી દેવામાં આવ્યો છે. આ માર્ગ પરથી પસાર થતા લોકોને અટકાવવામાં આવી રહ્યા છે. આ માર્ગ પરથી માત્ર આરોગ્યકર્મી, પોલીસકર્મી, મીડિયા અને સિવિલ હોસ્પિટલના દર્દીઓને જ પસાર થવાની છૂટ આપવામાં આવી છે. તેમજ નવી વસાહતમાંથી પણ કોરોના વાઇરસનો એક પોઝિટીવ કેસ આવતા નવી વસાહતના વિવિધ માર્ગો પણ સીલ કરી દેવામાં આવ્યા છે અને લોકોને કામ વગર બહાર ન નીકળવા સુચના અપાઈ છે. સાથો સાથ સિવિલ હોસ્પિટલ રોડ પર આવેલ હિતેશ નગર,પુનીત સોસાયટી અને ગીતા પાર્ક સહિતની સોસાયટીના પ્રવેશ દ્વાર પણ સીલ કરવામાં આવ્યા છે.