ETV Bharat / state

નિવૃત પોલીસ પુત્ર આવ્યો નશાના કારોબારમાં, મુંબઈથી MD ડ્રગ્સના પેડલરોનું હતું નેટવર્ક - ભરૂચ જિલ્લા પોલીસ વડા

ભરૂચમાં નિવૃત પોલીસ પુત્રએ નશાના કારોબારમાં (Retired Police Son got into Drug Business) ઝંપલાવ્યું હતું. મુંબઇથી મંગાવેલા રૂપિયા 10 લાખની કિંમતના MD ડ્રગ્સ સાથે બે આરોપીઓ ઝડપાયા હતા. ડ્રગ્સ નેટવર્કના (MD drugs seized from Two Mumbai peddlers) મૂળ સુધી પોહચવા ઝડપાયેલા પેડલરો અને ફેકટરી માલિકનું ઇન્ટ્રોગેશનમાં અનેક રાઝ ખુલ્યા હતા.

નિવૃત પોલીસ પુત્ર આવ્યો નશાના કારોબારમાં,  મુંબઈથી MD ડ્રગ્સના પેડલરોનું હતું નેટવર્ક

author img

By

Published : Sep 20, 2022, 4:49 PM IST

ભરૂચ દેશની આર્થિક નગરી મુંબઈ અને ઔદ્યોગિક હબ જાણે મ્યાઉ મ્યાઉ ડ્રગ્સના પર્યાય બની ગયા છે. પહેલા ભરૂચમાંથી રૂપિયા 3511 કરોડનું MD ડ્રગ્સ બનાવી મુંબઈ મોકલવાનું રેકેટ ખુલ્યા બાદ હવે મુંબઈથી MD ડ્રગ્સના પેડલરો (MD drugs seized from Two Mumbai peddlers) દ્વારા ઠાલવવામાં આવી રહ્યો હોવાનો ઘટસ્ફોટ થઈ રહ્યો છે.

પાનોલીની ઇન્ફિનિટી સિસર્ચ ડ્રગ્સ ફેકટરીના 2 માલિકોને ભરૂચ પોલીસ ઊંચકી લાવી 10 દિવસના રિમાન્ડ મેળવ્યા

99 ગ્રામ MD ડ્રગ્સ ભરૂચ જિલ્લા પોલીસ વડા (Bharuch District Superintendent of Police) ડો. લીના પાટીલે સોમવારે સમી સાંજે MD ડ્રગ્સમાં ભરૂચના 2 આરોપી ઝડપાયા હોવાની માહિતી આપી હતી. ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા કામગીરી હેઠળ PI વી.કે.ભૂતિયા, પોસઇ પી.એમ.વાળા, એમ.આર.શકોરિયા, એમ.એમ.રાઠોડ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. હે.કો. અનિરુદ્ધસિંહને મળેલી બાતમીના આધારે ભરૂચ રેલવે સ્ટેશન પાસેથી બે પેડલરો જંબુસર બાયપાસ રોડની નેશનલ પાર્ક સોસાયટીમાં રહેતા સલમાન મુસ્તાક પટેલ અને વસીલા સોસાયટીમાં રહેતો ઇમરાન શોકત ખીલજી 99 ગ્રામ MD ડ્રગ્સ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.

ધરપકડ કરી ઇન્ટ્રોગેશન હાથ ધરાયુ બન્ને હિસ્ટ્રીશીટર આરોપીઓ મુંબઈથી રૂપિયા 9.90 લાખનું ડ્રગ્સ ટ્રેનમાં લઇ આવ્યા હતા. આ ડ્રગ્સ કોણે મંગાવેલું, ક્યાંથી લાવ્યા અને કોને આપવાનું હતું. તે સહિતની તપાસ માટે પોલીસે બન્નેના રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. બન્ને આરોપીની કુલ રૂપિયા 10.10 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી ઇન્ટ્રોગેશન હાથ ધરાયુ છે. ઇમરાન નિવૃત પોલીસના પુત્ર (Retired Police Son got into Drug Business) છે. અગાઉ બે વખત હથિયારો સાથે પકડાયો છે.

10 દિવસના રિમાન્ડ મેળવ્યા ભરૂચ પોલીસે પાનોલી GIDCની ઇન્ફિનિટી રિસર્ચ અને ડેવલપમેન્ટ કંપનીના (Infinity Research and Development Company) નામે ડ્રગ્સ બનાવતા કંપનીના બે માલિકોનો પણ ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી 10 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પનોલીની કંપનીમાં ભરૂચ પોલીસના દરોડામાં (Bharuch police raids Panoli company) રૂપિયા 1385 કરોડનું MD ડ્રગ્સ પકડાયું હતું. જ્યારે મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલે રૂપિયા 1026 કરોડનું ડ્રગ્સ આજ કંપનીમાંથી પકડયું હતું. જ્યારે સાવલીની નેક્ટર કંપનીમાં વાગરાની સાયખાની વેન્ચર કંપનીમાં બનતા રૂપિયા 1100 કરોડના મેફેડ્રોન ડ્રગ્સનો વિપુલ જથ્થો ઝડપાયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.