ETV Bharat / state

ઉદ્યોગ નગરી ભરુચમાં રિઅલ એસ્ટેટના હાલ બેહાલ - ભરુચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ

છેલ્લા કેટલાક વર્ષોથી રિયલ એસ્ટેટના હાલ બેહાલ થઈ ગયા છે. મોંઘવારીનો માર, ઉપરાંત અને થપાટોએ અનેક બિલ્ડરોને રાતા પાણીએ રડાવ્યા છે. ઔધ્યોગિક રીતે વિકાસ પામી રહેલ ભરુચ જિલ્લામાં હાલમાં એવા હાલ છે કે બિલ્ડરોએ મોંઘી દાટ જમીનો ખરીદી તેના ઉપર સ્કીમો તો મૂકી દીધી, પરંતુ મકાન ખરીદવા કોઈ રાજી નથી.

ઉદ્યોગ નગરી ભરુચમાં રીઅલ એસ્ટેટની ખસતી હાલત

author img

By

Published : Jul 10, 2020, 6:12 PM IST

ઉદ્યોગ નગરી ભરુચમાં રિઅલ એસ્ટેટની હાલત નાજૂક

  • મંદીની થપાટે અનેક બિલ્ડરોને રાતા પાણીએ રડાવ્યા
  • મોંઘીદાટ જમીનો ખરીદી સ્કીમો તો મૂકી પરંતુ હવે મકાન ખરીદનાર નથી
    ઉદ્યોગ નગરી ભરુચમાં રીઅલ એસ્ટેટની ખસતી હાલત

ભરુચઃ જિલ્લો ઔધ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે અને અનેકવિધ મોટા ઉદ્યોગ અહી મૂડી રોકાણ કરી રહ્યા છે. ખાસ કરીને હાલમાં દહેજ અને ઝગડિયાએ નવા એસ્ટેટ તરીકે વિકસી રહ્યા છે. નવા ઉદ્યોગને ધ્યાનમાં રાખીને અનેક બિલ્ડરોએ અલગ અલગ સ્થળોએ મોંઘી દાટ જમીનો ખરીદી તેના ઉપર વિવિધ સ્કીમ મૂકી અને બિલ્ડીંગો બનાવવાની શરૂઆત કરી. પરંતુ ત્યાર બાદ છેલ્લા 1 વર્ષથી બિલ્ડરોની હાલત કફોડી બની ગઈ છે. મોંઘવારીના ખપ્પરમાં સામાની તેમજ મધ્યમ વર્ગ માટે મકાન ખરીદવું એક સ્વપ્ન સમાન બની ગયું છે, તેના ઉપર મંદીની થપાટોએ હાલત પાતળી કરી દીધી છે.

ભરુચ જિલ્લાની વાત કરીએ તો વર્ષ 2012થી ભરુચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની જાહેરાત કરવામાં આવી છે, તેનું માળખું પણ નક્કી કરી દેવાયું. પરંતુ ત્યાર બાદ નકશાની મંજૂરી આજદિન સુધી મળી શકી નથી અને તેના કારણે પણ અનેક સ્કીમો અટવાઈ પડી છે. સ્કીમો અટવાયા બાદ અનેક બિલ્ડરોએ તો ભૂગર્ભમાં ઉતરી જવાનો વારો આવ્યો હતો. તો છેલ્લા 5 મહિનાથી કોરોનાની મહામારીએ ભરુચ જિલ્લાને બાનમાં લીધો છે અને લોક ડાઉન 1 થી 4 દરમિયાન તો બધુ જ બંધ રહ્યું અને ત્યાર બાદ અનલોક 1માં પણ કામ શરૂ થયા બાદ હવે બિલ્ડરો મકાન ખરીદનારની રાહ જોઈને બેઠા છે.

ભરુચ જિલ્લામાં હાલમાં અનેક રહેણાક બિલ્ડીંગો, વ્યાવસાયિક કોમ્પ્લેક્ષ અને મોટા મોટા ગોડાઉન બનીને તૈયાર પડ્યા છે. પરંતુ તેને ખરીદવા વાળું કોઈ નથી. બિલ્ડરો માટે તો હાલમાં જે પડતર કિમત છે, તેમાં વેચવાનો વારો આવ્યો છે. તેમ છતાં તે પણ કોઈ ખરીદવા તૈયાર નથી. બીજી તરફ જે લોકોએ માત્ર ઈન્વેસ્ટમેન્ટ કરવા માટે દુકાનો–મકાનો લઈ રાખ્યા છે. તેઓને ભાડૂઆત શોધવા પણ ભારે પડી ગયા છે. એક અંદાજ મુજબ હાલમાં નવા તૈયાર થયેલ મકાનોમાં 40 ટકા મકાનો ખાલીખમ છે. મકાનો કા તો વેચાયા નથી, કા તો ભાડૂઆત મળી શક્ય નથી. ત્યારે આગામી સમયમાં જો આમને આમ રહ્યું તો રિયલ એસ્ટેટના વ્યવસાયને ખૂબ માઠી અસર પડી શકે તેમ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.