ETV Bharat / state

અંકલેશ્વરમાં રવિ પાકની સીઝન બે મહિના પાછળ ઠેલાતાં ધરતીપુત્રોમાં નિરાશા - Ankleshwar latest news

અંકલેશ્વરઃ તાલુકામાં માવઠાના કારણે ખેતરોમાં વરાપ થયું ન હોવાથી રવિ પાકનું વાવેતર દોઢથી બે મહિના લંબાઇ તેવી શકયતા છે. જેના કારણે રવિ પાકની સિઝન પાછળ ઠેલાતાં ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયાં છે.

રવિ પાકની સીઝન દોઢથી બે મહિના થઈ મોડી
author img

By

Published : Nov 23, 2019, 11:20 PM IST

અંકલેશ્વર તાલુકામાં કમોસમી વરસાદના કારણે કપાસ, તુવેર, સોયાબીન અને શાકભાજીને નુકસાન પહોંચ્યુ હતુ. ઉપરાંત ચક્રવાત સાથે આવેલા માવઠાના કારણે ઓક્ટોબરમાં શરૂ થનાર રવિ પાકનું વાવેતર હજુ સુધી થઇ શક્યું નથી. જેના કારણે ધરતીપુત્રો ચિંતામાં મૂકાયાં છે.

રવિ પાકની સીઝન દોઢથી બે મહિના થઈ મોડી

આમ, રવિ સીઝન મોડી આવવાના કારણે ઉત્પાદન પર અસર થતાં ચિંતા ખેડૂત ચિંતામાં છે. નર્મદા કાંઠે આવેલાં માંડવા અને આસપાસના ગામોની સીમમા હજુ નર્મદાના પાણી ઓસર્યા નથી. આ વિસ્તારમાં આંબા, કેળા અને શાકભાજીની માંથી ખેડૂતોને હાથ ધોવાનો વારો આવ્યો છે. તો બીજી બાજુ ખેતરોમાં હજુ સુધી પાણી ભરાયેલાં હોવાથી રવિ પાકના વાવેતરની પણ કોઈ શક્યતા નજરે પડતી નથી.

Intro:- ચોમાસુ લાંબુ અને ભરપૂર રહેવા સાથે માવઠાઓની સમયાંતરે હાજરીએ અંકલેશ્વર પંથકના ખેડૂતોને મુશ્કેલીમાં મૂક્યા

- ખેતરોમાં વરાપની સ્થિતિ ન મળતા રવિપાકનું વાવેતર લંબાયું

-રવીપાકની સીઝન દોઢ થી બે મહિના મોડી
Body:ચોમાસુ લાંબુ અને ભરપૂર રહેવા સાથે માવઠાઓની સમયાંતરે હાજરીએ અંકલેશ્વર પંથકના ખેડૂતોને મુશ્કેલીમાં મૂક્યા છે. હજુ સુધી ખેતરોમાં વારાપની સ્થિતિ ન મળતા રવિપાકનું વાવેતર થઇ શક્યું નથી ત્યારે દોઢથી બે મહિના મોડી ચાલતી સીઝનના અંતે ખેડૂતોના હાથ શું લાગે છે તે મૂંઝવણ ઉભી થઇ છે.Conclusion:અંકલેશ્વર તાલુકામાં ચાલુ વર્ષે ત્રણ વર્ષના સમયમાં પડતો વરસાદ સામટો નોંધાયો છે. માવઠાઓએ પણ છૂટો છવાયો નહિ પરંતુ ધોધમાર વરસાદ વરસાવતા કપાસ, તુવેર, સોયાબીન અને શાકભાજીના પાકને નુકશાન પહોંચાડયું હતું. ચક્રવાત સાથે આવેલા માવઠાઓનાં કારણે સતત ભીની રહેતી જમીનને સૂર્યનારાયણના બરાબર દર્શન ન થતા વારાપની સ્થિતિ આવતા વિલંબ થયો છે. ખેતરોની જમીન ન સુકાતા ખેડવા અને વાવેતર માટે અનુકૂળ વાતાવરણ ન મળવાથી ઓક્ટોબરમાં થતી રવિ પાકની વાવણી હજુ થઇ શકી નથી. ખેડૂતો લેટ સીઝનના કારણે ઉપજ ઉપર પણ અસર પાડવાની ચિંતા વ્યક્ત કરે છે. નર્મદા કાંઠે આવેલા માંડવા અને આસપાસના ગામોની સીમમાંતો હજુ નર્મદાના પૂર્ણ પાણી ઓસર્યા નથી. આ વિસ્તારમાં આંબા, કેળ અને શાકભાજીની ખેતી લોકોએ ગુમાવી છે જયારે ખેતરોમાં હજુ પાણી હોવાથી રવિ પાકના વાવેતરની પણ કોઈ શક્યતા નજરે પડતી નથી.

બાઈટ
વિજય આહીર-ખેડૂત,અંકલેશ્વર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.