ભરૂચ શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ
24 કલાકમાં જિલ્લાના 9 તાલુકામાં વરસાદ ખાબક્યો
શહેરમાં સવારથી જ વરસાદી માહોલ
ભરૂચ: શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અપર એર સાયક્લોનીક સિસ્ટમ સર્જાતા સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લામાં પણ ચોમાસુ જામ્યું છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો.
જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, તો આ સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખેતી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. જેમાં સવારથી જ જિલ્લામાં વરસાદી માહોલ સર્જાતા જીવ સૃષ્ટિ પ્રફુલ્લિત થઈ ઉઠી હતી.
- આમોદ 12 મી.મી.
- અંકલેશ્વર 7 મી.મી.
- ભરૂચ 15 મી.મી.
- હાંસોટ 1 ઇંચ
- જંબુસર 6 મી.મી.
- નેત્રંગ 9 મી.મી.
- વાગરા 20 મી.મી.
- વાલિયા 16 મી.મી.
- ઝઘડિયા 7 મી.મી.