ભરૂચઃ ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે વરસાદી પાણી ટ્રેક પર ફરી વળતા મુંબઈ અને અમદાવાદ વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાયો છે. આ રૂટ પર દોડતી અંદાજિત 15થી વધુ ટ્રેનો પ્રભાવિત થઈ છે. જેના પરિણામે અનેક મુસાફરો રઝળી પડ્યા છે.
અનેક ટ્રેનો સાઈડિંગ કરાઈઃ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે વરસાદ ના કારણે જનજીવન પણ ખોરવાયું છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે પાણીની આવક વધતા નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. આ પાણી ભરૂચ અને અંકલેશ્વર રેલવે સ્ટેશનના ટ્રેક ઉપર ફરી વળતા મુંબઈથી અમદાવાદ વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાયો છે. રેલવે વિભાગ દ્વારા પણ સાવધાનીના ભાગરૂપે અનેક ટ્રેનો સ્થગિત કરી દેવામાં આવી છે. જ્યારે કેટલીક ટ્રેનોને જે તે રેલવે સ્ટેશન ઉપર સાઇડિંગ કરી દેવાઈ છે.
લોકશક્તિક એકસપ્રેસના પેસેન્જર અટવાયાઃ નવસારી રેલવે સ્ટેશન પર અનેક મુસાફરો અટવાયા છે. નવસારી રેલવે સ્ટેશનથી વાપી અને સુરત તરફ રોજીંદા ૩૦ હજારથી વધુ લોકો અપડાઉન કરે છે. જેઓને રેલ વ્યવહાર ખોરવાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. નવસારી રેલવે સ્ટેશન ઉપર અમદાવાદ તરફ જતી 22927 લોકશક્તિ એક્સપ્રેસને રેલવે વિભાગે અનિશ્ચિત સમય માટે સાઇડિંગ કરી દીધી છે. તેથી આ ટ્રેનના મુસાફરોએ નવસારી રેલવે સ્ટેશને પડાવ કર્યો છે.
મુસાફરોની હાલાકીનું નિવારણઃ ટ્રેન વ્યવહાર ખોરવાયાની જાણ રેલવે સ્ટેશન સલાહકાર સમિતિ(નવસારી)ને થતા તેઓ પણ રેલ્વે સ્ટેશન ઉપર પહોંચી મુસાફરોને પડી રહેલી હાલાકી દૂર કરવામાં લાગી ગયા છે. નવસારીના જૈન સોશિયલ ગ્રુપ દ્વારા સેવાકીય કાર્ય કરવામાં આવ્યું છે. જેમાં યાત્રીઓને વિના મૂલ્યે પાણીની બોટલ અને ચા-નાસ્તાની સુવિધા કરી આપવામાં આવી છે.
ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે નર્મદા નદીના ડેમમાં પાણીની આવક થતા પાણી ભરૂચ અને અંકલેશ્વર રેલવે ટ્રેક ઉપર ભરાતા રેલ વ્યવહાર ખોવાયો છે. પરિણામે કેટલીક ટ્રેનોને રેલવે સ્ટેશન ઉપર સાઈડિંગ કરવામાં આવી છે જેમાં મુસાફરો અટવાયા છે. જેથી મુસાફરોને નવસારી રેલવે સ્ટેશન પર કોઈ હાલાકી ન પડે તેવી કામગીરી કરવામાં આવી રહી છે...જયદીપ દેસાઈ (સભ્ય, રેલવે સલાહકાર સમિતિ, નવસારી)
1) 22953 (મુંબઈ - અમદાવાદ) JCO 18-09-23 રદ કરવામાં આવી છે.
2) 20901 (મુંબઈ-ગાંધીનગર વંદે ભારત) JCO 18-09-23 રદ કરવામાં આવી છે
3) 20902 (ગાંધીનગર-મુંબઈ વંદે ભારત) JCO 18-09-23 RAKEની માંગ માટે રદ કરવામાં આવી છે
4) 12009 (મુંબઈ - અમદાવાદ શતાબ્દી એક્સપ I) JCO 18-09-23 રદ કરવામાં આવી છે
5) 12010 (અમદાવાદ-મુંબઈ) JCO 18-09-23 RAKEની માંગ માટે રદ કરવામાં આવી છે
6) 19015 (દાદર - પોરબંદર ) JCO 18-09-23 રદ કરવામાં આવી છે.
7) 12934 (અમદાવાદ-મુંબઈ) JCO 18-09-23 રદ કરવામાં આવી છે
8) 12932 (અમદાવાદ-મુંબઈ) કર્ણાવતી એક્સપ્રેસ 18-09-23 રદ કરવામાં આવ્યું છે
9) 82902 (અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસ) JCO 18-09-23 રદ કરવામાં આવ્યું છે
10) 22954 (અમદાવાદ-મુંબઈ) ગુજરાત એક્સપ્રેસ JCO 18-09-23 રદ કરવામાં આવી છે છે
11) 12933 (મુંબઈ - અમદાવાદ) JCO 18-09-23 RAKEની માંગ માટે રદ કરવામાં આવ્યો
12) 12931 (મુંબઈ-અમદાવાદ) ડબલ ડેકર એક્સપ્રેસ JCO 18-09-23 RAKEની માંગ માટે રદ કરવામાં આવ્યું છે
13) 82901 (મુંબઈ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ) JCO 18-09-23 RAKEની માંગ માટે રદ કરવામાં આવ્યું છે
14) 12471 (બાંદ્રા ટર્મિનસ-શ્રી મારા વૈષ્ણોદેવી કટરા સ્વરાજ એક્સ્પ) JCO 18-09-23 RAKEની માંગ માટે રદ કરવામાં આવ્યું છે.
15) 12925 (બાંદ્રા ટી-અમૃતસર) જેસીઓ 18-09-23 રેકની માંગ માટે રદ કરવામાં આવ્યું છે
16) 09172 (ભરૂચ-સુરત) JCO 18-09-23 રદ કરવામાં આવ્યું છે.
17) 04711 (બીકાનેર-બાંદ્રા ટી) જેસીઓ 16-09-23 જે અમદાવાદ ખાતે અટકાવવામાં આવી હતી તે હવે નિર્ધારિત સ્થાન સુધી ચાલશે.