ભરૂચ : વિદેશી દારૂની હેરાફેરી માટે બુટલેગરો અવનવા કીમિયા અજમાવતા હોય છે, ત્યારે આવો જ એક કિસ્સો ભરૂચમાં પ્રકાશમાં આવ્યો છે.
અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કેબલ બ્રીજનાં ટોલ પ્લાઝા પર શંકાના આધારે એક કારને રોકી તેમાં તપાસ કરવામાં આવી હતી. જો કે પહેલા તો પોલીસને કેરીના બોક્ષ મળી આવ્યા હતા, પરંતુ બાદમાં કેરીની નીચે જોતા અંદરથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કેરીના બોક્ષની આડમાં લઈ જવાતા 37 હજારથી વધુના વિદેશી દારૂનો જથ્થો અને બે ફોન તેમજ ટાવેરા ગાડી મળી કુલ 3.57 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ ઉપરાંત પોલીસે બે ખેપિયાઓને ઝડપી પાડી આગળની વધુ તપાસ હાથ ધરી છે.