ભરૂચઃ રાજ્યમાં સર્જાયેલ વીજ કટોકટીને પગલે ઉદ્યોગો પર (Power cuts to industries in the state )અઠવાડિયામાં એક દિવસ વીજ કાપ મુકવામાં આવ્યો છે. જેનો અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખે સ્વીકાર કરતા (Power crisis in the state )ખેડૂતો માટે ઉદ્યોગોએ પણ થોડો ભોગ આપવો જોઈએ તેમ કહ્યું હતું.
ખેડૂતોના પાકને બચાવવા ભોગ આપવો પડે- અઠવાડિયામાં એક વાર વીજ કાપના પગલે 24 કલાક ધમધમતા ઉદ્યોગોને નુકસાન થશે તે નક્કી છે. પણ સરકારના આ નિર્ણય સાથે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના(Ankleshwar Industries Associatio)પ્રમુખ રમેશ ગાભાણીએ ભારત ખેતી પ્રધાન દેશ છે અને ખેડૂતોના ઉભા મોલને બચાવવા થોડો ભોગ આપવો પડે તો તે સામે કોઈ વાંધો ન હોવાનું પણ કહ્યું હતું.
એક દિવસ ઉધોગ બંધ રહશે તો ચાલશે - તેમને એમ પણ જણાવ્યું હતું કે જો ખેડૂતોને વીજળી ન મળે તો દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય જેનો ભોગ આપણે પણ બનવું પડે એના કરતાં એક દિવસ ઉધોગ બંધ રહશે તો ચાલશે. આ પરિપત્રને આવકારીએ છીએ .