ETV Bharat / state

ભરૂચ અને સુરતમાં ચીલઝડપ કરનાર ત્રિચી ગેંગના 3 સાગરીતોને પોલીસે ઝડ્પયા - Police Caught Trichy gang

ભરૂચ અને સુરતમાં ચીલઝડપના ૭ ગુના આચરનાર ત્રિચી ગેંગનાં ૩ સાગરીતોને સી ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યા છે. GNFC રોડ પર થયેલીરૂપિયા 80 હજારની ચીલઝડપ બાદ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓ ઝડપાયા હતા.

ભરૂચ
ભરૂચ
author img

By

Published : Oct 21, 2020, 9:20 AM IST

  • ભરુચમાં ચીલઝડપ કરનારી ત્રિચી ગેંગ ઝડપાય
  • કારમાંથી ગઠિયો 80 હજાર રૂપિયા ભરેલી બેગ ચોરી કરી ફરાર
  • સીસીટીવીના ફૂટેજના આધારે ગઠિયાઓની વિગતો મેળવવાની કવાયત શરુ
  • નેત્રંમ પ્રોજેક્ટ હેઠળ લગાવેલાં સીસીટીવી કેમેરા ઉપયોગી બન્યા

ભરૂચ : શહેર અને સુરતમાં છેલ્લાં 10 મહિનામાં કાર-રિક્ષામાંથી રૂપિયા ભરેલી બેગોની ચીલઝડપ કરનારી ત્રીચી ગેંગના 4 પૈકી 3 સાગરિતોને સી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યાં છે. ભરૂચના GNFC રોડ પર ત્રણ દિવસ પહેલાં એક શખ્સે તેની કાર રોડ પર પાર્ક કરી હતી. તે વેળાં તેમની કારમાંથી ગઠિયો 80 હજાર રૂપિયા ભરેલી બેગ ચોરી કરી ફરાર થયા હતાં.

પોલીસે નેત્રંમ પ્રોજેક્ટ અંતર્ગત તપાસ શરુ કરી

આ ઘટનામાં ભરૂચ સી ડિવિઝન પોલીસે નેત્રંમ પ્રોજેક્ટ અંતર્ગત લગાવયેલાં સીસીટીવીના ફૂટેજના આધારે ગઠિયાઓની વિગતો મેળવવાની કવાયત હાથ ધરી હતી. જેમાં બે બાઇક પર ચાર શખ્સોએ આવી કારસાને અંજામ આપ્યો હોવાનું માલુમ પડ્યું હતું.

ભરૂચ અને સુરતમાં ચીલઝડપના કરનાર ત્રિચી ગેંગને પોલીસે ઝડપી

સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

સીસીટીવી ફૂટેજમાં એક બાળક કાર પાસે ઉભો રહે છે. શીફ્તાઈ પૂર્વક કારમાંથી રૂપિયા ભરેલ બેગ લઇ અન્ય લોકો સાથે ફરાર થાય છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. બાઇકના નંબરના આધારે તપાસ કરતાં બાઇકના માલિકે થોડા દિવસ પહેલાં જ તમીલનાડુના એક શખ્સને વેચી હોવાનું જણાવ થઈ હતી.

ટોળકીએ અત્યાર સુધીમાં કુલ 7 ચીલઝડપની ઘટનાઓને અંજામ આપ્યો

ટોળકીના 3 સાગરીતો સુભ્રમણ્યમ નાયડુ, દિપક નાયડુ તેમજ રમેશ સુરેશ નાયડુ પોલીસના હાથે ઝડપાયા હતાં. તેમની પ્રાથમિક પુછપરછમાં તેઓએ કબુલાત કરી હતી કે, તેમણે ભરૂચમાં 3, અંક્લેશ્વરમાં 2, નવસારીમાં 1 અન કામરેજ ખાતે 1 કુલ 7 જેટલી ચીલઝડપની ઘટનાઓને અંજામ આપ્યો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.