ETV Bharat / state

Bharuch crime : પોલીસે ગેરકાયદેસર 35 લાખ સાથે એક શખ્સને ઝડપ્યો - ભરૂચ SOG પોલીસ

ભરૂચ SOG પોલીસે ગેરકાયદેસર શંકાસ્પદ લાખો રુપિયા (illegal Rupees in Bharuch) સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસ (Bharuch Crime News) હાલ કાર, મોબાઈલ અને રોકડ રકમ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. (Illegal Rs from Shaktinath Circle)

Bharuch crime : પોલીસે ગેરકાયદેસર 35 લાખ સાથે એક શખ્સને ઝડપ્યો

author img

By

Published : Jan 16, 2023, 9:23 PM IST

ભરૂચ : ગુજરાતમાં ગેરકાયદેસર રોકડ રકમ કે નશાખોરીની હેરાફેરીને લઈને હવે રાજ્ય સરકાર તેમજ પોલીસ વિભાગ કડક બની ગયું છે. જોકે, વ્યાજખોરોને લઈને તો હવે કેટલાક વિસ્તારોમાં પોલીસ લોક દરબારનું આયોજન કરીને ગરીબ તેમજ મધ્યમ વર્ગને મુક્ત કરે છે. ત્યારે હવે ભરૂચ જિલ્લામાં લાંબા સમય બાદ સંભવત હવાલાકાંડ સામે આવ્યું છે. ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે શહેરના શક્તિનાથ ખાતેથી પારખેતના શખ્સને રોકડા 35 લાખ તેમજ કાર સાથે પકડી પાડ્યો છે.

શું હતો સમગ્ર મામલો ભરૂચના શક્તિનાથ સર્કલ ઉપર બાતમી મુજબની આઈ 20 કાર આવતા તેને અટકાવી તલાશી લેવામાં આવી હતી. કારમાંથી રોકડા 35 લાખ મળી આવ્યા હતા. કાર ચાલક પારખેતનો દિલાવર મુસા ઉમરજી વોરા પટેલે આ નાણાં કપાસના હોવાની કેફિયત વ્યક્ત કરી હતી. જોકે નાણાં અંગે જરૂરી આધાર પુરાવા, બિલ રજૂ કરી નહીં શકતા CRPC 41 (1) ડી હેઠળ કાર્યવાહી કરાઈ છે. રોકડા રૂપિયા 35 લાખ, કાર અને મોબાઈલ મળી કુલ 40.05 લાખનો મુદામાલ કબ્જે કરાયો છે.

આ પણ વાંચો વડોદરામાં વ્યાજંવાદઃ 40 લાખની ચૂકવણી છતાં ઉઘરાણી, વાંચો આખો કેસ

સ્ટાફ વોચમાં ગોઠવાયો ભૂતકાળમાં ભરૂચ શહેર અને જિલ્લામાં હવાલાકાંડનું ભૂત ઘણું ધૂન્ય છે, ત્યારે ફરી શંકાસ્પદ હવાલા કૌભાંડ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે ઝડપી પાડ્યું છે. જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલની સૂચના મુજબ SOG એન્ટી સોશિયલ એક્ટિવિટી અને અર્થતંત્રને ખોખલા કરતા અપરાધો અટકાવવા કામગીરી કરી રહ્યું છે, ત્યારે SOGના અધિકારીને મળેલી બાતમીના આધારે શહેરના શક્તિનાથ ખાતે PI આનંદ ચૌધરી, PI વી.કે.ભૂતિયા, PSI એ.વી.શિયાળીયા સહિતનો સ્ટાફ વોચમાં ગોઠવાયો હતો.

આ પણ વાંચો ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ બોલાવ્યો સપાટો, 50 લાખનો મુદ્દામાલ સીઝ

નાણાં કપાસના અને કડીથી મોકલાયા પ્રાથમિક પૂછપરછમાં આ શખ્સે નાણાં કપાસના અને કડીથી મોકલ્યા હોવાનું કહ્યું છે. જેમાં નાણાં મોકલનાર, અહીં કોણ મેળવાનર હતું અને આંગડિયા પેઢીની ભૂમિકા ચકાસાઈ રહી હોવાનું SOG PI એ.એ.ચૌધરીએ જણાવ્યું છે. સાથે જ સંભવત હવાલાના નાણાં અંગે GST અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને પણ જાણ કરવામાં આવશે. જેથી આ બે વિભાગો પણ 35 લાખ રોકડાની તપાસમાં જોડાશે, ત્યારે હવે જોવું રહ્યું કે, તપાસ બાદ સમગ્ર ખુલાસો શુું બહાર આવી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.