ETV Bharat / state

ભરૂચના ગોલ્ડનબ્રીજ પરથી યુવાને નર્મદા નદીમાં લગાવી મોતની છલાંગ

ભરૂચના ગોલ્ડનબ્રીજ પરથી યુવાને નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી હતી. માછીમારોએ યુવાનનો જીવ બચાવ્યો હતો. બેકારીથી કંટાળી અંતિમવાદી પગલું ભરવા પ્રેરાયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

person jumps into the Narmada River from the Goldenbridge in Bharuch
ભરૂચના ગોલ્ડનબ્રીજ પરથી યુવાને નર્મદા નદીમાં લગાવી મોતની છલાંગ
author img

By

Published : Jun 15, 2020, 10:40 PM IST

ભરુચઃ ભરૂચના ગોલ્ડનબ્રીજ પરથી યુવાને નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી હતી. માછીમારોએ યુવાનનો જીવ બચાવ્યો હતો. બેકારીથી કંટાળી અંતિમવાદી પગલું ભરવા પ્રેરાયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

ભરૂચના લલ્લુભાઈ ચકલા વિસ્તારમાં આવેલ શ્રીજી એપાર્ટમેન્ટમાં રહેતા જેઠાભાઈ રાજપુરોહિતનાં 28 વર્ષીય પુત્ર ઈશ્વર રાજપુરોહિતે આજે બપોરના સમયે ગોલ્ડનબ્રીજ પરથી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી હતી. જો કે, બ્રિજના બીમ્બના કારણે તેનો જીવ બચી ગયો હતો. માછીમારોએ યુવાનને જોતાં તેઓ દોડી ગયા હતા અને તેને પાણીમાંથી બહાર કાઢ્યો હતો. બનાવની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને યુવાનને સારવાર અર્થે ખસેડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, યુવાન ઘણા સમયથી બેકાર હતો. આ કારણોસર તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.