- પંડિત જવાહરલાલ મિશ્રાનું નિધન
- ટૂંકી માંદગી બાદ જૈફ વયે નિધન
- સંગીત પ્રેમીઓમાં શોકની લાગણી
અંકલેશ્વર: લગભગ 30 વર્ષથી અંકલેશ્વર, ભરૂચ અને ગુજરાત રાજ્યનું શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે નેતૃત્વ કરનારા ગુરુ પંડિત જવાહરલાલ મિશ્રાએ અનેક લોકોને સંગીતની શિક્ષા આપી હતી અને નામના પ્રાપ્ત કરી હતી. ત્યારે તેમનું જૈફ વયે ટૂંકી માંદગી બાદ નિધન થયું છે. હાલ કોરોનાકાળ ચાલી રહ્યો છે, ત્યારે વર્ચ્યુયલ મિટિંગ દ્વારા તેમને શ્રધ્દ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. અંકલેશ્વરના વાલિયા રોડ પર આવેલા સ્વસ્તિક પાર્ક સોસાયટીમાં રહેતા પંડિત જવાહર મિશ્રાએ શાસ્ત્રીય સંગીતના અનેક કાર્યક્રમો કર્યા હતા.
અનેક લોકોને સંગીતની શિક્ષા આપી હતી
આ અંગે તેમના પુત્ર અને શિષ્ય તન્મય મિશ્રાએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પંડિતજીના અનેક IAS ઓફિસરો પણ શિષ્ય રહી ચૂક્યાં છે. તેમણે પોતાનું સમગ્ર જીવન સંગતિ ક્ષેત્રમાં અર્પણ કર્યું છે. ત્યારે તેમના દુઃખદ નિધનથી સમાજને ન પૂરી શકાય એવી ખોટ પડી છે.