ભરુચ: ભરૂચથી શેરપુરા (Bharuch In Accident) ચોકડી પર અકસ્માત થતાં એકનું મોત થયા બાદ માહોલ તંગ બન્યો હતો. અકસ્માત બાદ ટોળાએ બે બસમાં આંગ ચંપી હતી. જેમાં ભરૂચ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.
આ પણ વાંચો: બોડેલી પાસે ST બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, ડ્રાયવરની સમયસૂચકતાને કારણે જાનહાનિ ટળી
રોષે ભરાયેલા લોકોએ બે ખાનગી બસમાં આગચંપી હતી
અકસ્માતની ઘટના બાદ રોષે ભરાયેલા લોકોએ બે ખાનગી બસમાં આગચંપી હતી. આગ લગાવવાની ઘટનામાં બન્ને બસોમાં જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા બંને બસો આગમાં ભસ્મીભૂત થઈ જવા પામી હતી. બસમાં એક ખાનગી કંપનીના કેટલાક વર્કરો પણ હતા. આગની ઘટના બનતા ડ્રાઇવરોની સમયસૂચકતાથી વર્કરોનો આબાદ બચાવ થયો હતો.
આ પણ વાંચો: થરાદ ધાનેરા હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, પાંચના ઘટનાસ્થળે જ મોત અને 3 ઇજાગ્રસ્ત
અકસ્માતનું મુખ્ય કારણ વધુ ઝડપેથી ચાલતા વાહનો
ભરૂચથી (Bharuch In Accident) દહેજ બાયપાસ રોડ ઉપર અવારનવાર અકસ્માતો થાય છે અને આ અકસ્માતોની ઘટનાઓ થવા પાછળના મુખ્ય કારણ વધુ ઝડપેથી ચાલતા વાહનો છે. આ રોડ રહેણાક વિસ્તાર પસાર થતો હોવાથી ત્યાં બમ્ફર પણ મૂકવામાં આવ્યા છે, તેમ છતાં પણ મોટા તોતિંગ વાહનો ડમ્પર, ટ્રક, લક્સરી બસો વગેરે બેફામ ઓવર સ્પીડ પર જતા હોવાના કારણે અકસ્માતો સર્જાય છે અને નિર્દોષ લોકો મોતને ભેટે છે. આ વિસ્તારમાં 350 કરોડના ખર્ચે ફ્લાય ઓવર મંજૂર પણ થયો છે, પરંતુ હજી સુધી તે માત્ર કાગળ પર જ છે અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું નથી. જો આ ફ્લાય ઓવર બની જાય તો અકસ્માત થતાં અટકાવવામાં મદદરૂપ થઈ શકે છે