- ભરૂચમાં નર્મદા જયંતિની ઉજવણી
- મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
- માતાજી પર 11 મણ દૂધનો અભિષેક કરાયો
ભરૂચ: મહાસુદ સાતમના રોજ પાવન સલીલામાં મા નર્મદાની ઉત્પત્તિ થઈ હતી. દેવાધિદેવ મહાદેવની જટામાંથી નર્મદા માતાની ઉત્પત્તિ થઈ ત્યારે નર્મદા માતાજીનાં ખોળે વસેલા ભરૂચમાં નર્મદા જયંતિની હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચમાં દશાશ્વમેઘ ઘાટ પર આવેલ પૌરાણિક નર્મદા માતાજીનાં મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
11 મણ દૂધથી કરાયો માતાજીનો અભિષેક
માતાજી પર 11 મણ દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો તો સાથે નવચંડી હવનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમોનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી.