ETV Bharat / state

ભરૂચની નર્મદા કેલોરેક્ષ શાળા દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી શિક્ષણ આપવાનું શરૂ કરાયું - ભરૂચની નર્મદા કેલોરેક્ષ શાળા દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી શિક્ષણ આપવાનું શરુ કરાયું

ભરૂચની નર્મદા કેલોરેક્ષ શાળા દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી શિક્ષણ આપવાનું શરૂ કરાયું છે. કોરોના વાઇરસની દહેશતનાં પગેલ શાળા કૉલેજોમાં વેકેશન જાહેર થતા વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં શિક્ષકો શાળામાંથી ઘરે રહેલા બાળકોને શિક્ષણનાં પાઠ વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી ભણાવે છે.

Narmada
ભરૂચ
author img

By

Published : Mar 20, 2020, 12:33 PM IST

Updated : Mar 20, 2020, 12:57 PM IST

ભરૂચ: નર્મદા કેલોરેક્ષ શાળા દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી શિક્ષણ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. કોરોના વાઇરસની દહેશતનાં પગલે શાળા કોલેજોમાં વેકેશન જાહેર થતા વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તે હેતુથી આ નિર્ણય લેવાયો છે.

ભરૂચની નર્મદા કેલોરેક્ષ શાળા દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી શિક્ષણ આપવાનું શરૂ કરાયું

કોરોના વાઇરસના પગલે સમગ્ર વિશ્વ જાણે મહામારીમાંથી પસાર થઇ રહ્યું છે, ત્યારે ગુજરાતમાં પણ આ વાઇરસ વધુ ન ફેલાઈ તે હેતુથી સરકાર દ્વારા બે અઠવાડિયા સુધી શાળા કોલેજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરીક્ષાનાં સમયમાં જ અણધારી પરિસ્થિતિ આવી જતા બાળકોના શિક્ષણ કાર્ય પર અસર પડી રહી છે, ત્યારે ભરૂચની નર્મદા કેલોરેક્ષ પબ્લિક સ્કુલ દ્વારા ટેકનોલોજીના માધ્યમથી કોરોના વાઇરસને લડત આપવાનો પ્રયાસ થઇ રહ્યો છે. બાળકોનું શિક્ષણ કાર્ય ન બગડે તે હેતુથી શિક્ષકો રાબેતા મુજબ શાળામાં પહોચે છે. જેમાં વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી ઘરે રહેલા વિદ્યાર્થીઓ સાથે કનેક્ટ થાય છે.

આ માટે શાળા દ્વારા વિશેષ મોબાઈલ એપ્લીકેશન પણ તૈયાર કરવામાં આવી છે. જેમાં શિક્ષકો ઓડિયો વિઝ્યુઅલ દ્વારા બાળકોને શિક્ષણ આપી રહ્યા છે. કોરોના વાઇરસના કારણે અટકી પડેલા અણધાર્યા શિક્ષણ કાર્ય વચ્ચે બાળકો જાતે ઘરે જ શિક્ષણ મેળવે છે, પરંતુ તેઓને મુંઝવતા પ્રશ્નનું નિરાકરણ લઇ આવવામાં આ પદ્ધતિ કારગત નીવડી રહી છે. બાળકોને પણ શિક્ષણની આ પદ્ધતિ રસપ્રદ લાગી રહી છે. કોરોના વાઇરસ સામે સમગ્ર વિશ્વ જંગ લડી રહ્યું છે, ત્યારે સરકારે જાહેર કરેલુ વેકેશન યોગ્ય છે. જો કે, આવી કપરી પરિસ્થિતિમાં પણ બાળકોના શિક્ષણકાર્યને ધ્યાનમાં રાખી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમજ દેશનું ભવિષ્ય એવા બાળકોના ભવિષ્યને શિક્ષણના માધ્યમથી સુરક્ષિત રાખવાનો પ્રયાસ થઇ રહ્યો છે.

Last Updated : Mar 20, 2020, 12:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.