ETV Bharat / state

ભરૂચમાં કંપનીના કોન્ટ્રાક્ટના નાણાં બાબતે યુવાન પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી હત્યા, 2 આરોપીની ધરપકડ

ભરૂચના દહેજ નજીક આવેલ વિલાયત જીઆઈડીસી પાસે ત્રણ રાઉન્ડ ગોળીબાર કરી યુવાનની હત્યા કરવાના મામલામાં પોલીસે ગણતરીના સમયમાં ગુનાનો ભેદ ઉકેલ્યો છે. કંપનીમાં ચાલતા કોન્ટ્રાક્ટના નાણાં બાબતે યુવાનના મિત્રએ જ તેના સાળાની મદદથી હત્યાના ગુનાને અંજામ આપ્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

ભરૂચમાં કંપનીના કોન્ટ્રાક્ટના નાણાં બાબતે યુવાન પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી હત્યા

author img

By

Published : Jun 11, 2021, 5:11 PM IST

  • પોલીસે ગણતરીના સમયમાં ગુનાનો ભેદ ઉકેલ્યો
  • યુવકના મિત્રએ જ સાળાની મદદથી ગુનાને આપ્યો અંજામ
  • રૂપિયાની લેવડ દેવડમાં કરાઈ હતી હત્યા

ભરૂચ : વાગરા તાલુકામાં આવેલ ઓદ્યોગિક વિસ્તાર દહેજ રક્તરંજીત થયો હતો. ટૂંકા સમયગાળા દરમિયાન આ વિસ્તારમાં હત્યાના બે બનાવ સામે આવ્યા હતા. જેમાં એક બનાવ દેરોલ નજીક બન્યો હતો. તો બીજો બનાવ દહેજ નજીક આવેલા ભેરસમ ગામ નજીક બન્યો હતો. વાગરાની સાયખા જીઆઈડીસી પાસે આવવારા માર્ગ પર એક યુવાનની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. બનાવની જાણ થતા જ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં મૃતક યુવાન વાગરાના વિલાયત ગામનો 39 વર્ષીય અશ્વિન પટેલ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસની તમામ ટીમ હત્યારાઓનું પગેરું શોધવા કામે લાગી હતી જેમાં પોલીસને મોટી સફળતા મળી હતી.

ગણતરીના સમયમાં આરોપી ઝડપાયો

પોલીસે આ મામલાનો ભેદ ગણતરીના સમયમાં જ ઉકેલી નાખ્યો હતો. ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે આ મામલામાં વાગરા ખાતે રહેતા સરફે મન્સૂરી તેમજ તેના સાળા મસીહુલ ભોળામિયા નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓની પૂછતાછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. મૃતક અશ્વિન અને સરફે મન્સૂરી બન્ને મિત્રો હતા અને તેમના વિવિધ કંપનીમાં કોન્ટ્રાક્ટ ચાલતા હતા પરંતુ તેઓ વચ્ચે રૂપિયાની લેવડ દેવડ બાબતે માથાકૂટ થઈ હતી. જેની અદાવતે સરફે મન્સૂરીએ અશ્વિનની હત્યાનો પ્લાન બનાવ્યો હતો.

બિહારથી હત્યારાને હથિયાર સાથે બોલાવ્યો

પ્લાન મુજબ સરફે મન્સૂરીએ તેના સાળા મસીહુલ ભોળામિયાને બિહારથી હથિયાર સાથે બોલાવ્યો હતો અને અશ્વિનને કોન્ટ્રાક્ટ બાબતની વાત કરવા અવાવરુ જગ્યાએ બોલાવ્યો હતો અને હત્યાના ગુનાને અંજામ આપ્યો હતો. મસીહુલ ભોળામિયા બિહારથી બસ મારફતે ચોખાની બોરીમાં હથિયાર સંતાડીને ભરૂચ સુધી પહોંચ્યો હોવાનું પણ બહાર આવ્યું છે. પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.