- ઝઘડિયાના ગુમાનદેવ મંદિરનાં મહંત પર ટોળા દ્વારા હુમલો કરવાનો મામલો
- મહંત મનમોહનદાસે ઉચેડીયા ગામના 8 લોકો અને ટોળા સામે ધાડ અને લૂંટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી
- અકસ્માતમાં ચાર લોકોના મોત બાદ મંદિરના સીસીટીવી કેમેરા બંધ હોઇ લોકોએ મહંતને માર્યો હતો માર
ભરૂચઃ આ બનાવ અંગે મહંત મનમોહનદાસજીએ ઉચેડીયા ગામના 8 લોકો સહિત ટોળા સામે ધાડ અને લૂંટ સહિતની કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર લોકોના ટોળાએ તેમને માર મારવા ઉપરાંત તેમણે પહેરેલ સોનાની ચેઈન, રૂમમાંથી રૂપિયા 4.40 લાખ રોકડા અને ચાંદીની પાટ સહિત કુલ રૂપિયા 5.80 લાખની માલમત્તાની લૂંટ ચલાવી હતી. ઝઘડીયા પોલીસે બનાવ અંગે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે.
- વહીવટી તંત્રને આ ઘટનાના બાબતે જવાબદાર ઠેરવ્યું
આ તરફ સાંસદ મનસુખ વસાવા સહિતના અન્ય સંતો ઈજાગ્રસ્ત મહંત મનમોહનદાસજીના ખબર અંતર પૂછવા પણ પહોચ્યાં હતાં.આ અંગે મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, લોકોએ જૂની માથાકૂટને લઇ અકસ્માતની ઘટનાનો લાભ લઇ મહંતને માર માર્યો છે તેઓએ વહીવટી તંત્રને આ ઘટનાના બાબતે જવાબદાર ઠેરવ્યું હતું.