ETV Bharat / state

ભરૂચના હાંસોટમાં સામાન્ય બાબતે 1 વ્યક્તિની ગળું દબાવીને હત્યા - મંદિર

હાંસોટમાં પોતાની જગ્યામાંથી ચાલતા જઈ રહેલા એક વ્યક્તિની ગળું દબાવી હત્યા થતા ચકચાર મચી હતી. હાંસોટ પોલીસે હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

man-killed-in-hansot-bharuch
હાંસોટમાં નજીવી બાબતે એક વ્યક્તિની ગળું દબાવી કરાઈ હત્યા
author img

By

Published : Feb 4, 2020, 4:31 PM IST

ભરૂચઃ હાંસોટમાં આવેલા વેરાઈ માતાના મંદિરના પાછળના ભાગેથી ચાલીને જઈ રહેલા એક વ્યક્તિની ગળું દબાવી હત્યા કરી દેવાતા ચકચાર મચી જવા પામ્યો છે.

હાંસોટમાં નજીવી બાબતે એક વ્યક્તિની ગળું દબાવી કરાઈ હત્યા

આ બનાવ અંગેની મળતી વિગતો અનુસાર હાંસોટના રામનગરમાં રહેતો કલ્પેશ મિસ્ત્રી અને તેનો ભાઈ યોગેશ મિસ્ત્રી સોમવાર રાત્રીના સમયે હાંસોટમાં આવેલા વેરાઈ માતાજીના મંદિરના પાછળના ભાગેથી ચાલીને જઈ રહ્યા હતા. જે દરમિયાન માકુવાલા સ્કૂલ નજીક રહેતા સલીમ વાડીવાલાએ આ રસ્તેથી કેમ પસાર થાવ છો, એમ કહી બંને સાથે ઝઘડો કર્યો હતો. જે બાદ સલીમ ઉશ્કેરાઈ જતા તેને યોગેશનું ગળું દબાવી માર માર્યો હતો. મારામારીમાં ગંભીર રીતે ઘવાયેલા યોગેશને પ્રથમ સારવાર અર્થે સરકારી દવાખાને અને ત્યાર બાદ વધુ સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

આ હત્યાની જાણ થતા હાંસોટ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે સલીમ વાડીવાલા વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Intro:-હાંસોટમાં પોતાની જગ્યામાંથી ચાલતા જઈ રહેલ એક વ્યક્તિની ગળું દબાવી હત્યા કરાતા ચકચાર
-હાંસોટ પોલીસે ગુનો નોધી તપાસ શરુ કરી
Body:હાંસોટમાં આવેલ વેરાઈ માતાજીના મંદિરના પાછળના ભાગેથી ચાલતા જઈ રહેલ એક વ્યક્તિની ગળું દબાવી હત્યા કરી દેવાતા ચકચાર મચી જવા પામી છે Conclusion:બનાવ અંગેની મળતી વિગતો અનુસાર હાંસોટનાં રામનગરમાં રહેતો કલ્પેશ મિસ્ત્રી અને તેનો ભાઈ યોગેશ મિસ્ત્રી ગતરોજ રાત્રીના સમયે હાંસોટમાં આવેલ વેરાઈ માતાજીના મંદિરના પાછળનાં ભાગેથી ચાલતા જઈ રહ્યા હતા આ દરમ્યાન માકુવાલા સ્કુલ નજીક રહેતા સલીમ વાડીવાલાએ આ રસ્તેથી કેમ પસાર થાવ છો એમ કહી બંને સાથે ઝઘડો કર્યો હતો અને યોગેશનું ગળું દબાવી માર માર્યો હતો.મારામારીમાં ગંભીર રીતે ઘવાયેલ યોગેશને પ્રથમ સારવાર અર્થે સરકારી દવાખાને અને ત્યાર બાદ વધુ સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું.બનાવ અંગે હાંસોટ પોલીસે સલીમ વાડીવાલા વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોધી વધુ તપાસ હાથ ધરી છે
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.