ભરૂચ: સરદાર સરોવર ડેમ અને ભાડભૂત ડેમથી (Bhadbhut barrage)અસરગ્રસ્ત માછીમાર (Save Narmada Campaign)પરિવારોની પડતર માંગો પુરી કરવામાં આવે તેવી માંગ સાથે રેલી યોજઈ હતી. માછીમારોની જમીન ભાડભૂત બેરેજ યોજનામાં ગઈ તેમને યોગ્ય વળતર અને સ્થાનિકોને રોજગારી આપવામાં અગ્રેસરતા આપવામાં આવે તેની માગ કરવામાં આવી છે. નર્મદા નદી (Narmada river)બારેમાસ બે કાંઠે વહેતી રાખવામાં આવે જેથી કરીને દરિયાના પાણી નર્મદા નદીના જે જળ ખારા થઈ ગયા છે એ દૂર થાય માટે નર્મદા નદીને બારેમાસ બન્ને કાંઠે વેહતી રાખવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
નદીના વહેણના તમામ અવરોધો દૂર કરવામાં આવે - નર્મદા નદીના વહેણમાં રેત ખનન માફિયાઓએ નદીમાં બનાવેલા તમામ પુલ, પારા કાયમી ધોરણે દૂર કરી નદીના વહેણના તમામ અવરોધો દૂર કરવામાં આવે.જો આ પુલ અને પારા કાયમી ધોરણે દૂર કરવામાં આવે તો નદીના પાણી અવરોધ વગર વેહતા રહે અને જળચર જીવોનું પણ રક્ષણ થાય.
આ પણ વાંચોઃ ધરોઈ જળાશય યોજનામાં પાણી ઓછું, સારો વરસાદ નહીં પડે તો ઉત્તર ગુજરાત રહેશે તરસ્યું
ગૌચરની જમીનનો ગામોને પાછી મળે - નર્મદા નદી પરના આલિયા બેટ, ધંતુરીયા બેટ, તવરા બેટ, કબીરવડ બેટ અને નર્મદા નદી પરના તમામ બેટ પરની ખેતી, વન અને વન્ય જીવોનું રક્ષણ કરવામાં આવે તથા નર્મદા નદીના પટ્ટમાં રેતી ખનન અટકાવવામાં આવે અને નર્મદા નદીમાં આવેલા કેટલાક બેટો આવેલા છે જ્યાં જંગલી પ્રાણીઓ અને પશુઓ વસવાટ કરે છે. આ વન્યજીવોનું પણ રક્ષણ થાય.ગૌચરણની જમીનો કેટલાક લોકોએ ગેરકાયદેસર પડાવી લીધી છે. તે ગૌચરની જમીનનો ગામોને પાછી આપવામાં આવે. જો આ માંગણીઓ નહી સ્વીકારાય તો આંદોલન કરવામાં આવશે.
આ પણ વાંચોઃ દમણગંગા-પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ આ કારણોસર રાજ્ય સરકાર દ્વારા રદ્દ કરાયો
આવેદનપત્ર પાઠવી અનોખી રીતે વિરોધ - નર્મદામાં આવેલા આલિયાબેટ, ધંતુરીયાબેટ, તળાવ બેટ બેટ તથા બીજા તમામ બેઠક પરથી ખેતી અને બેઠક પરના વન અને વન્ય જીવોનું રક્ષણ કરવામાં આવે કંપનીઓમાં 80 ટકા સ્થાનિક નોકરી રોજગારી આપવામાં આવે અને સ્થાનિક કર્મચારીઓ પર થતી હેરાનગતિ બંધ કરવામાં આવે તથા ઉદ્યોગિક અકસ્માતો અને પ્રદૂષણ પર નિયંત્રણ કરવામાં આવે. ગૌચરની જમીનો ગામલોકોને પાછી આપવામાં આવે હિન્દુ બાળકોની સ્મશાન ભૂમિની ફાળવણી કરવામાં આવે તે સહિતની માગણી સાથે માછી સમાજનું પ્રતીક નાવડી અને ચાંદીના પત્ર પર આવેદનપત્ર પાઠવી અનોખી રીતે વિરોધ નોંધાવી યાત્રા યોજી ભરૂચ સમહાકર્તાને રજૂઆત કરવામાં આવી હતી.