- સ્થાનિક સ્વરાજનું બ્યૂગલ ફૂંકાયું
- 2 દિવસમાં ભરૂચ ખેતાથી 183 ફોર્મ ઉપડ્યાં
- અંકલેશ્વર ખાતેથી 71 ફોર્મ ઉપડ્યાં
ભરૂચઃ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે જાહેરનામું બહાર પડી ગયું છે, ત્યારે આજે મંગળવારે બીજા દિવસે પણ ભરૂચ અને અંકલેશ્વરમાં એક પણ ફોર્મ ભરાયું નથી.
બે દિવસમાં એક પણ ફોર્મ ન ભરાયું
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 28 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. તો ઉમેદવારોએ ઉમેદવારીપત્ર ભરવાની અંતિમ તારીખ 13 ફેબ્રુઆરી છે. ભરૂચ જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે જાહેરનામું 8 ફેબ્રુઆરીના રોજ બહાર પડ્યું હતું. જેમાં પ્રથમ દિવસે ભરૂચ અને અંકલેશ્વરમાં એક પણ ફોર્મ ભરાયું નહોતું. તો આજે મંગળવારે બીજા દિવસે પણ એક પણ ફોર્મ ભરાયું નથી. ઉલ્લેખનીય છે કે, ભરૂચ ખાતેથી 2 દિવસમાં 183 ફોર્મનો ઉપાડ થયો છે અને અંકલેશ્વર ખાતેથી 71 ફોર્મનો ઉપાડ થયો છે. હાલ સુધીમાં બન્ને મુખ્ય પક્ષો ભાજપ કે કોંગ્રેસે સત્તાવાર નામોની યાદી પણ જાહેર કરી નથી.