ભરુચ અંકલેશ્વર જીઆઇડીસી (fire at GIDC in Ankleshwar) માં આવેલ સોલ્વન્ટ ગોડાઉનમાંં ભયાનક આગ (fire incident at solvent godown Ankleshwar GIDC )લાગી હતી. આ આગના પગલે સંખ્યાબંધ કબૂતરોના મોત થયા હતાં. જે ગોડાઉનમાં આગ લાગી હતી તેની બાજુના ગોડાઉનમાં કબૂતરો હતાં. આગના ધુમાડાથી કબૂતરો બહાર ન નીકળી શક્યા અને ખૂબ મોટી માત્રામાં કેમિકલયુક્ત ધુમાડા નીકળતા હોઇ પક્ષીઓને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેઓના કરુણ મોત ( large number of pigeons died in fire incident ) નીપજ્યા હતાં.
આ પણ વાંચો અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ ગોડાઉનમાં આગ
પક્ષી પ્રેમીઓમાં ભારે રોષ અસંખ્ય કબૂતરોના મોતને ( large number of pigeons died in fire incident )લઈને પર્યાવરણ પ્રેમીઓ અને પક્ષી પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આવી (fire incident at solvent godown Ankleshwar GIDC )આગની ઘટનાઓમાં ઘણી વાર નિર્દોષ કામદારો અને પશુપક્ષીઓના મોત થતા હોય છે. ત્યારે જીપીસીબી અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર દ્વારા આવી કંપનીઓ ઉપર કાયદેસરની અને કડકમાં કડક કાર્યવાહી કરી સંચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધાય અને કડકમાં કડક સજા થાય તેવી માંગ ઉઠવા પામી છે.
આ પણ વાંચો નવસારીના મરોલી ગામે ભંગારના ગોડાઉનમાં આગ લાગી
વન વિભાગ તપાસ હાથ ધરી આ ઘટનાની જાણ થતાં જ પક્ષીપ્રેમીઓએ ( large number of pigeons died in fire incident )વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી.