તંત્ર, મંત્ર અને સાધનાના પર્વ કાળી ચૌદશ નિમિત્તે અંકલેશ્વરના માંડવ્યેશ્વર મહાદેવ મંદિરે મહાદેવજીને ભાતના પીંડ અર્પણ કરવાની અનોખી માન્યતા છે. કાળી ચોદાશને તંત્ર, મંત્ર અને સાધનાનું પર્વ ગણવામાં આવે છે. પરંતુ, અંકલેશ્વરના અતિ પોરાણિક રામકુંડ તીર્થ ક્ષેત્રમાં બિરાજમાન માંડવ્યેશ્વર મહાદેવ મંદિરે અનોખી માન્યતા છે.
કાળી ચૌદશ નિમિત્તે અહી મહાદેવજીને ભાતના પીંડ અર્પણ કરવામાં આવે છે. આમ, કરવાથી પિતૃ દોષ નાશ પામતો હોવાની માન્યતા છે. સમગ્ર ભારત દેશમાં વારાણસીના કાશી વિશ્વનાથ મહાદેવ અને અંકલેશ્વરના માંડવ્યેશ્વર મહાદેવ મંદિરે બે સ્થળોએ ભાતના પીંડ અર્પણ કરવાની માન્યતા છે. શિવલીંગને ભાતના પીંડથી ઢાંકી દેવામાં આવે છે અને ત્યારબાદ દેવાધિ દેવ મહાદેવની આરાધના કરવામાં આવે છે.