ETV Bharat / state

ભરૂચમાં ચારિત્ર્ય પર શંકા રાખી પ્રેમિકાની હત્યા કરનારો ઝડપાયો

ભરૂચમાં વાલિયા તાલુકાના રામપરા ગામમાં પ્રેમિકાની કરપીણ હત્યા કરનારા આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે. આરોપીએ પ્રેમિકાના ચારિત્ર્ય પર શંકા રાખી હત્યા કરી હતી. જોકે આરોપી 25 ઓક્ટોબરથી નાસતો ફરતો હતો. પોલીસે વોચ ગોઠવી આખરે આરોપીને ઝડપી પાડ્યો છે.

ભરૂચમાં ચારિત્ર્ય પર શંકા રાખી પ્રેમિકાની હત્યા કરનારો ઝડપાયો
ભરૂચમાં ચારિત્ર્ય પર શંકા રાખી પ્રેમિકાની હત્યા કરનારો ઝડપાયો
author img

By

Published : Oct 31, 2020, 8:28 PM IST

  • ભરૂચમાં પ્રેમિકાની હત્યા કરનારો ઝડપાયો
  • ચારિત્ર્ય પર શંકા રાખી કરાઈ હતી હત્યા
  • પોલીસે વોચ ગોઠવી આરોપીને ઝડપ્યો
  • 25 ઓક્ટોબરથી નાસતો ફરતો હતો આરોપી

ભરૂચઃ વાલિયા તાલુકાના રામપરા ગામમાં પ્રેમિકાની કરપીણ હત્યા કરનારા આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે. આરોપીએ પ્રેમિકા સાથે ઝઘડો કર્યો હતો ત્યારબાદ છરીના ઘા મારી પ્રેમિકાની હત્યા કરી નાખી હતી. આ અંગેની વિગત એવી છે કે, 25 ઓક્ટોબરે વાલિયા તાલુકાના રાજપરા ગામની નવી નગરીમાં રહેતા મોના પરિખની હત્યા તેના પ્રેમી ગણપત કબીરાએ કરી હતી. ત્યારથી આરોપી નાસતો ફરતો હતો. વાલિયા પોલીસે આરોપી સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન આરોપી કરજણમાં હોવાનું જણાયું હતું.

આરોપી મૂળ અમદાવાદના ધોળકાનો

આરોપી મૂળ અમદાવાદના ધોળકાનો રહેવાસી હોવાથી વાલિયા પોલીસે ધોળકા પોલીસને જાણ કરી હતી. ધોળકા પોલીસે આરોપીને ઝડપી પાડવા વોચ ગોઠવી હતી. જ્યારે આરોપી પોતાના ઘરે જવા રવાના થયો હતો ત્યારે પોલીસે આરોપી ગણપત નટુભાઈ નબીરાને ઝડપી પાડ્યો હતો. ધોળકા પોલીસે વાલિયા પોલીસનો સંપર્ક કર્યો હતો. વાલિયા પોલીસે ટ્રાન્સફર વોરન્ટથી અટક કરી વધુ તપાસ હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.