- ભરૂચમાં 108 એમ્બ્યુલન્સ ટીમની સરાહનીય કામગીરી
- 2 દિવસમાં 2 મહિલાની એમ્બ્યુલન્સમાં જ કરાવી પ્રસુતિ
- હોસ્પિટલ જતા સમયે પીડા થતા એમ્બુલન્સમાં જ કરવી પડી પ્રસુતિ
- ડોક્ટરની સલાહ મુજબ સફળ પ્રસુતિ કરવામાં આવી
ભરૂચઃ કોરોના હોય કે ગમે તે પરિસ્થિતિ 108 એમ્બ્યુલન્સની ટીમ સતત લોકોની સેવા માટે તત્પર રહે છે. આવી જ રીતે ભરૂચમાં 108 એમ્બ્યુલન્સ ટીમની સરાહનીય કામગીરી સામે આવી છે. ભરૂચમાં 108 એમ્બ્યુલન્સની ટીમે 2 દિવસમાં 2 મહિલાની એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ કરાવી હતી. જોકે આ બંને મહિલાને હોસ્પિટલ લઈ જતા સમયે પીડા વધી જતા એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ કરાવવાનો વારો આવ્યો હતો. આ પ્રસુતિ ડોક્ટરની સલાહથી કરવામાં આવી હતી.
![ભરૂચમાં 108ની ટીમે 2 દિવસમાં 2 મહિલાની એમ્બુલન્સમાં જ પ્રસુતિ કરાવી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9245089_delevari_a_7207966.jpg)
ડોક્ટરની સલાહથી બંને મહિલાની પ્રસુતિ કરાઈ
ભરૂચના હબીબ પાર્કમાં રહેતા ભાવના ડામોરને પ્રસુતિની પીડા ઉપાડતા 108ની ટીમ તેમના ઘરે પહોંચી તેમને હોસ્પિટલ લઈ જઈ રહી હતી. તેમને લઈ જતા સમયે રસ્તામાં પીડા વધી જતા ઈએમટી યોગેશભાઈ અને પાયલટ પરેશભાઈએ એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ કરાવવાનો નિર્ણય લીધો હતો અને ડોક્ટરની સલાહ મુજબ સફળ પ્રસુતિ કરાવી હતી. મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો. તો બીજા બનાવની વાત કરીએ તો અંકલેશ્વરના જીતાલી ગામે રહેતા લક્ષ્મીબેેનને પણ 108 એમ્બ્યુલન્સની ટીમ હોસ્પિટલ લઈ જઈ રહી હતી તે દરમિયાન પીડા વધી જતા 108ના ઈએમટી અજયભાઈ અને પાયલટ કલ્પેશભાઈએ એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરાવી હતી, જેમાં મહિલાએ દીકરીને જન્મ આપ્યો હતો.