- અંકલેશ્વરમાં કોરોનાના વધતા કેસને લઈ તંત્ર એક્શનમાં
- નગર સેવા સદને માસ્ક વગર ફરતા લોકો પર તવાઈ બોલાવાઈ
- જીઆઈડીસી પોલીસે લોકો પાસેથી દંડ વસૂલ કર્યો
ભરૂચઃ અંકલેશ્વરમાં કોરોનાના વધતા કેસને ધ્યાને લઈ તંત્ર એક્શનમાં આવી ગયું છે. નગર સેવા સદન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં માસ્ક વગર ફરતા લોકો પર તવાઈ બોલાવામાં આવી હતી. ડેડલી કોરોના વાઇરસનો દેશમાં સેકન્ડ વેવ ચાલી રહી છે અને કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે લોકો જીવલેણ રોગ સામે બચવા સાવચેતીના પગલાં લે એ માટે તંત્ર દ્વારા ફરી એક વાર કમર કસવામાં આવી છે.

અંકલેશ્વરમાં પણ કોરોનાના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે લોકો માસ્ક પહેરે અને કોરોનાનું વધતુ સંક્રમણ અટકે એ માટે અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વિવિધ ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ દ્વારા આજે બુધવારના રોજ શહેરના વિવિધ વિસ્તાર અને માર્કેટમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને માસ્ક વગર ફરતા લોકો પાસે દંડની વસૂલાત કરવામાં આવી હતી. તંત્ર દ્વારા કોરોના મહામારીમાં લોકોને માસ્ક પહેરવા અપીલ કરવામાં આવી છે.
અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે માસ્ક વગર ફરતા લોકોને દંડ ફટકાર્યો
