ETV Bharat / state

Harsh Sanghvi Meeting Bharuch : શા માટે ગૃહપ્રધાને ભરૂચમાં ઔપચારિક મુલાકાત લેવી પડી જૂઓ... - Harsh Sanghvi Meeting Bharuch

ભરૂચમાં ભોલાવ સર્કિટ હાઉસ ખાતે (Bharuch Circuit House) રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી સહિતના આગેવાનોની બેઠક (Harsh Sanghvi Meeting Bharuch) યોજાય હતી. આ બેઠકમાં ભરૂચ જિલ્લો અતિ સંવેદનશીલને લઈને આતંકી પ્રવૃત્તિઓના તાર જોડાયેલા હોય, ત્યારે વિવિધ વિશેષ પર ચર્ચા કરવામાં આવી હતી.

Harsh Sanghvi Meeting Bharuch : શા માટે ગૃહપ્રધાને ભરૂચમાં ઔપચારિક મુલાકાત લેવી પડી જૂઓ...

author img

By

Published : May 21, 2022, 11:53 AM IST

ભરૂચ : રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ભરૂચની ઔપચારિક (Harsh Sanghvi visits Bharuch) મુલાકાત લીધી હતી. ગૃહપ્રધાન હર્ષ સંઘવી સહિત આગેવાનો સાથે ભોલાવ સર્કિટ હાઉસ (Bharuch Circuit House) ખાતે જિલ્લા મોવડી મંડળ સાથે બેઠક યોજી હતી. અતિ સંવેદનશીલ ભરૂચ જિલ્લાના તાર ભૂતકાળમાં દેશ વિદેશમાં બનેલા આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. જેથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શુક્રવારે મોડી સાંજે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી ભરૂચની ઔપચારિક મુલાકાતે આવી પહોંચ્યા હતા.

ભરૂચમાં ભોલાવ સર્કિટ હાઉસ ખાતે ગૃહપ્રધાન હર્ષ સંઘવીની બેઠક

આ પણ વાંચો : કોંગ્રેસ પ્રમુખનો વળતો પ્રહાર : હાર્દિકભાઈ ભાજપની ચિઠ્ઠી વાંચી ગયા, જેને જનરલ ડાયર કહેતા તેને હવે ઈશ્વર કહેશે

વિવિઘ મુદ્દાઓને લઈને ચર્ચા : રાજ્યના ગૃહપ્રધાને ભરૂચના ભોલાવ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા ભાજપના આગેવાનો, સાંસદ અને ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. જેમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા સહિતના મુદ્દે ચર્ચા પરામર્શ કરી હતી. ગૃહપ્રધાને વિશેષમાં ભરૂચ જિલ્લો અતિ સંવેદનશીલ હોય ને ભૂતકાળમાં દેશ-વિદેશમાં ઘટેલી આતંકી પ્રવૃત્તિઓના તાર જોડાયેલા હોય ત્યારે લો એન્ડ ઓર્ડર જાળવી રાખી, શાંતિ બની રહે તે માટે વિશેષ ચર્ચા કરી જિલ્લા મોવડી મંડળને ખાતરી આપી હતી. ભરૂચ સાંસદ અને જિલ્લા ભાજપ પ્રમુખે ગૃહપ્રધાનની ઔપચારિક મુલાકાત (Harsh Sanghvi Meeting Bharuch) અને બેઠક અંગેનો ચિતાર આપ્યો હતો.

આ પણ વાંચો : આને કહેવાય ડાય હાર્ટ ફેન, ઘરનું નામ જ રાખી દીધુ શ્રી નરેન્દ્ર મોદી નિલય

કોણ કોણ રહ્યું ઉપસ્થિતિ - ગૃહપ્રધાન પાસે રમત ગમતનો પણ સ્વતંત્ર હવાલો છે, ત્યારે આગામી સમયમાં ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર સાંસદ ખેલ કુંભ અંગે પણ વિગતવાર ચર્ચા બેઠક દરમિયાન કરવામાં આવી હતી. બેઠકમાં સાંસદ મનસુખ વસાવા, વિધાનસભાના ઉપમુખ્ય દંડક દુષ્યંત પટેલ, વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણા, જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, પૂર્વ પ્રદેશ મહાપ્રધાન ભરતસિંહ પરમાર, મહામંત્રી નીરવ પટેલ, વિનોદ પટેલ, ફતેસિંહ ગોહિલ, પાલિકા પ્રમુખ અમિત ચાવડા, દિપક મિસ્ત્રી સહિતના (Bharuch Movdi Mandal Meeting) આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ, ડી.વાય.એસ.પી. ચિરાગ દેસાઈ પણ હાજર રહ્યાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.