ETV Bharat / state

કૃષ્ણજન્મોત્સવ પર ભરૂચ જિલ્લામાં વરસાદ વરસતા લોકોમાં ખુશીનો માહોલ - Raining in bharuch

ભરૂચ શહેર અને જિલ્લામાં કૃષ્ણજન્મોત્સવ પર મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ભરૂચ શહેરમાં દોઢ ઇંચ તો હાંસોટમાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભરૂચ શહેરના નીંચાણવાળા અનેક વિસ્તારોમાં વરસાદના પાણી ફરી વળ્યા હતા. વરસાદને કારણે પ્રકૃતિ ચારે કળાએ ખીલી ઉઠી હતી. આ નઝારો નયનરમ્ય બન્યો હતો.

ભરૂચ જીલ્લામાં કૃષ્ણજન્મોત્સવ પર વરસાદ વરસતા લોકોમાં ખુશીનો માહોલ

author img

By

Published : Aug 12, 2020, 7:04 PM IST

ભરૂચ: શહેર અને જીલ્લામાં કૃષ્ણજન્મોત્સવ પર મેઘ મહેર વરસી હતી. ભરૂચ શહેરમાં દોઢ ઇંચ તો હાંસોટમાં 2 ઇંચ વરસાદ વરસ્યો હતો. ભરૂચ શહેર અને જીલ્લામાં આજે મેઘરાજાએ પણ જાણે કૃષ્ણજન્મોત્સવના વધામણા લીધા હતા અને ભગવાનના પ્રાગટ્યના દિવસે આકાશમાંથી મહેર વરસાવી જગતગુરુના પુન: પૃથ્વીલોક પર આગમનના અવસરને પ્રફુલ્લિત કરી દીધું હતું.

સમગ્ર રાજ્ય સાથે ભરૂચ જીલ્લામાં પણ ૨ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે સવારથી સૂર્યનારાયણને રજા પર રાખી મેઘરાજાએ કમાન સંભાળી હતી અને સમગ્ર દિવસ દરમિયાન મેઘવર્ષા વરસાવી હતી.જીલ્લાના તમામ 9 તાલુકામાં મેઘરાજાની મહેર વરસી હતી. ત્યારે ભરૂચ જીલ્લાના તાલુકા વાર આંકડા પર નજર કરીએ, તો આમોદમાં 1 ઇંચ, અંકલેશ્વરમાં 1.5 ઇંચ, ભરૂચમાં 1.5 ઇંચ, હાંસોટમાં 2 ઇંચ,જંબુસરમાં 9 મીમી, નેત્રંગમાં 1 ઇંચ, વાગરામાં 1 ઇંચ, વાલિયામાં 3 મીમી, ઝઘડિયામાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.