ETV Bharat / state

કેન્દ્રીયપ્રધાન અજય મિશ્રાનો હૂંકાર, ભાજપની ટકકરમાં કોઈ નથી - કેન્દ્રીયપ્રધાન અજય મિશ્રાનો હૂંકાર

ભાજપની ભરોસાની સરકારના સૂત્ર સાથે યોજાયેલી ભરુચ જિલ્લામાં ગુજરાત ગૌરવ યાત્રા ( Gujarat Gaurav Yatra ) આવી પહોંચી હતી. જેમાં શનિવારે હાંસોટથી કેન્દ્રીયપ્રધાન અજય મિશ્રા ( Union Minister Ajay Mishra ) ની આગેવાનીમાં ગુજરાત ગૌરવ યાત્રા ( Gujarat Gaurav Yatra in Ankleshwar ) પ્રવેશતાં ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરાયું હતું.જ્યાં તેમણે જીતનો હૂંકાર કર્યો હતો.

કેન્દ્રીયપ્રધાન અજય મિશ્રાનો હૂંકાર, ભાજપની ટકકરમાં કોઈ નથી

author img

By

Published : Oct 15, 2022, 7:13 PM IST

ભરુચ અંકલેશ્વર ( Gujarat Gaurav Yatra in Ankleshwar )ગડખોલ ખાતે જાહેરસભામાં પરિવર્તિત થયેલી ગુજરાત ગૌરવ યાત્રા ( Gujarat Gaurav Yatra ) માં સંબોધન કરતા કેન્દ્રીયપ્રધાન અજય મિશ્રા ( Union Minister Ajay Mishra )એ જણાવ્યું હતું કે 'ગુજરાત વિકાસનું મોડલ દેશના અન્ય રાજ્યો પણ અપનાવી રહ્યા છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશ તેમજ દુનિયામાં લોક ચાહના મેળવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાહબરીમાં આજના ગુજરાતને ડબલ એન્જીનની સરકાર મળી છે.'

મિશ્રાએ કહ્યું ગુજરાતની જનતા ભાજપ સાથે છે

50 વર્ષ સુધી ભાજપ સામે કોઇ નહીં લડે તેમણે ( Union Minister Ajay Mishra )કહ્યું કે 'સમગ્ર દેશના અન્ય પ્રદેશોને પણ ગુજરાત અને ગુજરાત વિકાસ મોડલ ઉપર વિશ્વાસ અને ભરોસો છે. વિરોધીઓ પાસે કોઈ મુદ્દા ન હોવાથી તેઓ હતાશ થઈ ગયા છે અને ગાળો આપવાનું કામ કરી રહ્યા છે. પણ ગુજરાતની જનતા ભાજપ સાથે છે.' આ ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક 150 બેઠકથી વધુ બેઠક જીતશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કરતાં કહ્યું હતું કે 'આ ગુજરાતની ચૂંટણીના પરિણામ પછી આવનાર 50 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટી સામે કોઈપણ પક્ષ ચૂંટણી લડવાનું નામ નહીં લે. વધુમાં અજય મિશ્રાએ દેશમાં કોંગ્રેસે કોઈ કામ કર્યું નથી એટલે જ એમની પાસે આજે કોઈ કામ નહીં હોવાનો મત વ્યક્ત કર્યો હતો. અંતમાં તેમણે હૂંકાર કર્યો હતો કે ભાજપની ટકકરમાં કોઈ નથી.'

કોણ રહ્યાં હાજર અંકલેશ્વર ( Gujarat Gaurav Yatra ) જાહેરસભામાં પૂર્વ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ઇશ્વરસિંહ પટેલ, જનક બગદાણાવાલા, જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, પાલિકા પ્રમુખ વિનય વસાવા, પૂર્વ સાંસદ ભારતસિંહ પરમાર, મહામંત્રી નિરલ પટેલ, વિનોદ પટેલ, ફતેસિંહ ગોહિલ, અનિલ પટેલ, દિવ્યેશ પટેલ, ડો. નિતેન્દ્ર દેવધરા, નરેન્દ્ર પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હાંસોટથી ( Gujarat Gaurav Yatra in Ankleshwar ) અંકલેશ્વર સુધી યાત્રાનું લોકો દ્વારા ઠેર ઠેર ઉત્સાહપૂર્વક ભવ્ય સ્વાગત કરાયું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.