ભરૂચ ચૂંટણી પહેલા (Gujarat Election 2022) કોઈક વાર સભાઓમાં જૂથ અથડામણ (Group Clash in Bharuch) થાય તે કોઈ નવી વાત નથી. આવી જ એક ઘટના બની છે ભરૂચમાં. અહીં આમોદના કૉંગી ઉમેદવાર સંજય સોલંકી જંબુસર મતવિસ્તારમાં પુરષા રોડ નવીનગરીમાં સભા કરવા પહોંચ્યા હતા. પરંતુ અહીં 2 જૂથ વચ્ચે અથડામણ (Congress Candidate Sanjay Solanki Public Meeting) થતાં તેમને સભાસ્થળ છોડીને ભાગવું પડ્યું હતું. એટલું જ નહીં અહીં મારામારી બાદ ખુરશીઓ પણ ઉછળી હતી.
રાજકીય માહોલ ગરમાયો ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Election 2022) લઈ ઠેરઠેર રાજકીય પક્ષો દ્વારા પ્રચારપ્રસારના છેલ્લા તબક્કામાં મેરોથોન રેલીઓ અને સભાઓ કરવામાં આવી રહી છે. ત્યારે ભરૂચ જિલ્લામાં પણ છેલ્લા તબક્કાના પ્રચાર અભિયાનને જેતે પાર્ટીના ઉમેદવારો દ્વારા પુરજોશમાં કરવામાં આવી રહ્યો છે. આવી જ રીતે જંબુસર વિધાનસભા બેઠકનું (Jambusar Assembly constituency) રાજકીય માહોલ તેની ચરમસીમાએ પહોંચ્યું છે.
જંબુસરની સભામાં મારામારી જંબુસર આમોદ વિધાનસભા (Jambusar Assembly constituency) મતવિસ્તારના (Jambusar Congress Candidate Sanjay Solanki ) કૉંગ્રેસના ઉમેદવાર સંજય સોલંકી (Congress Candidate Sanjay Solanki Public Meeting) ગત રાત્રિના સમયે આમોદના પૂરસા નવી નગરી વિસ્તારમાં પોતાના પ્રચારઅર્થે ગયા હતા, જ્યાં તેઓ માટે એક જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ જાહેર સભા ચાલુ થાય તે પૂર્વે જ કૉંગ્રેસનો આંતરિક કકળાટ સામે આવ્યો હતો, જ્યાં ખૂબ ઉમેદવારની હાજરીમાં જ 2 જૂથ છુટ્ટા હાથની મારામારી (Group Clash in Bharuch) પર ઉતરી આવ્યા હતા.
આંતરિક વિખવાદ સામે આવ્યો અચાનક બંને જૂથો બાખડી પરતા એક સમયે સભા સ્થળે લોકોમાં નાસભાગ સર્જાઈ હતી. અચાનક આંતરિક માહોલ ગરમાટો જોઈ કૉંગ્રેસના ઉમેદવાર સંજય સોલંકીએ પણ (Congress Candidate Sanjay Solanki Public Meeting) ચાલતી પકડી હતી. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ સંજય સોલંકીની રેલી દરમિયાન મારામારીની ઘટના બની ચૂકી છે જે બાદ વધુ એક ઘટના આમોદ ખાતેની સભામાંથી સામે આવતા હાલ કૉંગ્રેસ ચૂંટણી પછી લડશે, પરંતુ પહેલા અંદરોઅંદર લડી રહી છે. તેવી ચર્ચાઓ મત વિસ્તારમાં ટોક ઓફ ધ ટાઉન (Group Clash in Bharuch) બની છે.