ભરૂચ ગુજરાતમાં અને ભરૂચમાં સૌપ્રથમવાર POP અને માટીની મૂર્તિની જગ્યા પર ગણેશજીની ફાઇબરની મૂર્તિનું આગમન થયું છે. ભરૂચના રાધાકૃષ્ણ યુવક મંડળ દ્વારા ફાઇબરની મૂર્તિનું સ્થાપન કરવામાં કરવામાં આવશે. ગણેશજીની ફાઇબરની પ્રતિમાનું ભરૂચમાં આગમન થતા ભવ્ય શોભા યાત્રા જોવા માટે હજારોની સંખ્યામાં ભરૂચ વાસીઓ ઉમટી પડ્યા હતા. પર્યાવરણને અને નદી કે તળાવોને પ્રદૂષણથી બચાવવાના હેતુ અને વધારાનો ખર્ચ બચે એ હેતુથી ફાઇબરની મૂર્તિનું સ્થાપન (Pollution free Ganesha idol) કરવામાં આવી રહ્યું છે.
મૂર્તિનું વિસર્જન કરવામાં નથી આવતું આ ફાઇબરની મૂર્તિ વડોદરાના મૂર્તિકાર મયુર દેવકર પાસે બનાવવામાં આવેલી છે. આ મૂર્તિનું વજન 350 kg જેટલું અને મૂર્તિની ઊંચાઈ 15 ફૂટ જેટલી છે. ફાઇબરની મૂર્તિનો ઉપયોગ એકવાર નહિ પરંતુ દર વર્ષે મૂર્તિને રંગ રોગાન કરીને ફરીથી ઉપયોગ કરવામાં આવશે.વિર્સજનના દિવસે આ POPની મૂર્તિને નર્મદાના પવિત્ર જળથી અભિષેક કરીને ગણેશજીની પ્રતિમાનું મુખ બંધ કરીને આ મૂર્તિને સારી જગ્યાએ રાખવામાં આવે છે. જેથી તેનો બીજા વર્ષે રંગરોગાન અને શણગાર કરીને ઉપયોગ કરવામાં આવે છે.
આ પણ વાંચો ભાવનગરમાં ઇક્કો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ સાથે અલગ અલગ વેશભૂષાનું અદભુત સર્જન
લાગણી દુભાય તેવા દ્રશ્યો મળતી માહિતી મુજબ આ ફાઇબરની મૂર્તિનું વિસર્જન કરવામાં આવતું નથી. જેથી નદી કે સમુદ્રમાં પાણીનું પ્રદૂષણ પણ અટકાવવામા મદદરૂપ થાય છે. દર વર્ષે નદી અને સમુદ્ર કિનારે મૂર્તિઓ ખંડિત હાલતમાં દેખાય છે. તેમજ હિન્દુ ધર્મની લાગણી (Fiber statue Lord Ganesha in Bharuch) દુભાય તેવા દ્રશ્યો સર્જાય છે. ફાઇબરની મૂર્તિથી આ પ્રદૂષણ અટકાવવામાં અને પર્યાવરણમાં પ્રદૂષણ અટકાવવા મદદરૂપ થાય છે. તેમજ બિન જરૂરી ખર્ચ પણ અટકાવી શકાય છે. જે ખર્ચ બચે છે તેનો ઉપયોગ સામાજિક સેવાઓના કામ કરીને તે ખર્ચનો ઉપયોગ સારા કામમાં કરવામાં આવે છે.
આ પણ વાંચો ગણેશ ચતુર્થી પર આ રાશિના લોકોને વિશેષ પૂજાથી થશે ફાયદો, જાણો વિશેષ પૂજા
નાસિક ઢોલ આકર્ષણનું કેન્દ્ર રાધાકૃષ્ણ યુવક મંડળ દ્વારા દરેક ગણેશ આયોજકોને ફાઇબરની મૂર્તિનું સ્થાપન કરવા માટે આગ્રહ કરવામાં આવ્યો છે. જેથી કરીને આપણી નદીઓ અને અને સમુદ્રને POPની મૂર્તિથી પ્રદુષણ અટકાવી શકાય છે. તેમજ ગણેશજીની સ્થાપના દરમિયાન થતો ખર્ચ પણ અટકાવી શકાય છે. રાધાકૃષ્ણ યુવક મંડળ દ્વારા જે ગણેશજીની દર વર્ષે શોભાયાત્રા કાઢવામાં આવે છે. તેને જોવા માટે ભરૂચવાસીઓ હજારોની સંખ્યામાં ગણેશજીની શોભા યાત્રાના દર્શન કરવા માટે આવે છે. આ વખતે ગણેશજીની શોભા યાત્રામાં નાસિક ઢોલ સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. સાથે સાથે ડીજેના તાલે લોકો ગણેશજીના ગીતો ઉપર ઝૂમતા નજરે પડ્યા હતા. Fiber statue Ganesh Utsav 2022 in Bharuch, Ganesh Chaturthi 2022, Largest Ganesha statue in Gujarat, Ganesha statue 2022