ભરૂચ: જીલ્લામાં કોરોના વાઇરસનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. તંત્ર દ્વારા રાખવામાં આવેલી સાવચેતી નિષ્ફળ નિવડી રહી હોય તેમ દેખાઇ રહ્યું છે. હાંસોટ તાલુકામાં શુક્રવારે 13 પોઝિટિવ કેસ નોંધાયા છે.
જેમાં હાંસોટનાં સાહોલ ગામમાં 10, ઈલાવ ગામમાં 2 અને હાંસોટ ટાઉનમાં કોરોનાનો 1 પોઝિટિવ કેસ સામે આવ્યો છે. બીજી તરફ અંકલેશ્વરમાં પણ કોરોનાનો એક પોઝિટિવ કેસ નોધાયો છે. ગતરોજ ભરૂચ જીલ્લામાં કોરોના વાઇરસના 28 પોઝેટીવ કેસ નોધાયા હતા. શુક્રવારે વધુ 13 કેસ નોંધાયા છે. આ સાથે જીલ્લામાં અત્યાર સુધી કોરોના પોઝિટિવ કેસનો આંકડો 423 પર પહોચ્યો છે. જ્યારે અત્યાર સુધીમાં 219 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. 189 દર્દીઓ સારવાર હેઠળ છે અને 15 દર્દીના કોરોનાના કારણે મોત થયા છે.