ભરૂચમાં ZOMATOમાંથી મંગાવેલું 512 રુપિયાનું જમવાનું 85 હજારમાં પડ્યું - fraud in zomazto
ભરૂચઃ શહેરમાં વૃદ્ધે ઝોમેટો પરથી મંગાવેલું જમવાનું નહીં આવતા રીફંડ આપવાના બહાને વૃદ્ઘનો ATM કાર્ડ નંબર અને OTP મેળવી લઇ ઓનલાઇન ટ્રાન્ઝેકશન દ્વારા 85 હજાર રૂપિયા ઉપાડી છેતરપિંડી કરવામાં આવી હતી. જે ઘટનાનો ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

ભરૂચમાં રહેતા એક વૃદ્ધને ઓનલાઈન ફૂડ ડિલીવરી કંપની ઝોમેટો પરથી જમવાનું મગાવવું ભારે પડ્યું છે. વૃદ્ધે ઝોમેટો પરથી મંગાવેલું જમવાનું નહીં આવતા રૂપિયા ૫૧૨ રીફંડ મેળવવા જતાં રૂપિયા ૮૪ હજાર ગુમાવવાનો વારો આવ્યો હતો. ભરૂચના નંદેલાવ રોડ પર આવેલી અમીધારા સોસાયટીમાં રહેતા મહાવીરસિંગ દિનેશ નામના ૬૧ વર્ષીય વૃદ્ધે ઓનલાઈન ફૂડ ડિલીવરી કંપની ઝોમેટો પરથી રૂપિયા ૫૧૨નું જમવાનું મગાવ્યું હતું અને જમવાનું નહીં આવતા તેમણે ઝોમેટો કંપનીના ટોલ ફ્રી નંબર પર કોલ કરી રીફંડ માટેની પ્રોસેસ કરી હતી.
બીજા દિવસે તેઓ પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને રીફંડ આપવાના બહાને તેઓ પાસે ATM કાર્ડ નંબર અને OTP મેળવી લીધા હતા અને એક પછી એક એમ ચારથી પાંચ ઓનલાઈન ટ્રાન્ઝેકશન દ્વારા રૂપિયા ૮4 હજાર ઉપાડી લેવામાં આવ્યા હતા. આ અંગે મહાવીર સિંગ દિનેશે બેંગ્લોર ખાતે રહેતા અલાઉદ્દીન મંડલ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવતા ભરૂચ A- ડીવીઝન પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે.
-રીફંડ આપવાના બહાને વૃદ્ધનો એટીએમ કાર્ડ નંબર અને ઓ.ટી.પી.મેળવી લઇ ઓનલાઈન ટ્રાન્ઝેકશન દ્વારા રૂપિયા ઉપાડી લેવાયા
Body:ભરૂચમાં વૃદ્ધે ઝોમેટો પથી મંગાવેલ જમવાનું નહિ આવતા રીફંડનાં નામે રૂપિયા ૮૪ હજારની છેતરપીંડી કરવામાં આવી હોવાનો ચોક્વાનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે Conclusion:ભરૂચમાં રહેતા એક વૃદ્ધને ઓનલાઈન ફૂડ ડીલીવર કંપની ઝોમેટો પરથી જમવાનું મંગાવવું ભારે પડ્યું છે વૃદ્ધે ઝોમેટો પરથી મંગાવેલ જમવાનું નહિ આવતા રૂપિયા ૫૧૨ રીફંડ મેળવવા જતા રૂપિયા ૮૪ હજાર ગુમાવવાનો વારો આવ્યો હતો.ભરૂચના નંદેલાવ રોડ પર આવેલ અમીધારા સોસાયટીમાં રહેતા મહાવીરસિંગ દિનેશ નામના ૬૧ વર્ષીય વૃદ્ધે ઓનલાઈન ફૂડ ડીલીવર કંપની ઝોમેટો પરથી રૂપિયા ૫૧૨નું જમવાનું મંગાવ્યું હતું જો કે જમવાનું નહિ આવતા તેઓએ ઝોમેટો કંપનીના ટોલ ફ્રી નંબર પર કોલ કરી રીફંડ માટેની પ્રોસેસ કરી હતી.દરમ્યાન બીજા દિવસે તેઓ પર એક અજાણ્યા નબર પથી ફોન આવ્યો હતો અને રીફંડ આપવાના બહાને તેઓ પાસે એટીએમ કાર્ડ નંબર અને ઓટીપી મેળવી લીધા હતા અને એક પછી એક એમ ચાર થી પાંચ ઓનલાઈન ટ્રાન્ઝેકશન દ્વારા રૂપિયા ૮૪ હજાર ઉપાડી લેવાયા હતા.આ અંગે મહાવીર સિંગ દિનેશે બેંગ્લોર ખાતે રહેતા અલાઉદ્દીન મંડલ નામના શખ્સ સામે ફરિયાદ નોધાવતા ભરૂચ એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે