ભરુચ: ભરૂચ જિલ્લામાં આજે કોરોના વાઇરસના વધુ ૧૫ પોઝિટિવ કેસ નોંધાયા છે, સાથે જ 10 દર્દીઓ સાજા થતા તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 475 પર પહોંચી ગઇ.
ભરૂચ જિલ્લામાં આજે કોરોના વાઇરસના વધુ 15 પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 475 પર પહોંચી છે. ભરૂચમાં 9 જંબુસરમાં ૩, આમોદમાં 2 અને અંકલેશ્વરમાં કોરોનાનો 1 પોઝિટિવ કેસ નોંધાયો છે. કોરોના પોઝિટિવ દર્દીઓને સારવાર અર્થે સ્પેશ્યિલ કોવિડ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં આજે 10 દર્દી સાજા થતા તેઓને રજા આપવામાં આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 475 પર પહોંચી છે જે પૈકી 15 દર્દીઓના મોત નીપજ્યા છે, તો 260 દર્દીઓ સાજા થતા તેઓને રજા આપવામાં આવી છે. હવે જિલ્લામાં કોરોના વાઇરસના 260 કેસ એક્ટીવ છે.
ભરૂચ જિલ્લામાં કોરોના બેફામ રીતે આગળ ધપી રહ્યો છે ત્યારે ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે.ભરૂચમાં જંબુસર પંથક કોરોનાનું હોટસ્પોટ બન્યું હતું જેને પગલે જંબુસરની સરહદ સીલ કરવાનો વારો આવ્યો છે. જો કે હવે ભરૂચ શહેર અને ગ્રામ્ય વિસ્તાર કોરોનાનું નવું હોટસ્પોટ બની રહ્યું છે. આરોગ્ય વિભાગના આંકડા અનુસાર ભરૂચ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અત્યાર સુધી કોરોનાના 170 પોઝિટિવ કેસ નોંધાયા છે, જે પૈકી ભરૂચ નગર પાલિકા વિસ્તારના 66 તો ગ્રામ્ય વિસ્તારમાં 104 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો જંબુસર પંથકમાં કોરોનાના 112 પોઝિટિવ કેસ નોંધાયા છે, જે પૈકી જંબુસર નગર પાલિકા વિસ્તારમાં 86 કેસ તો જંબુસર ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના 26 પોઝિટિવ કેસ નોંધાયા છે, આમ ભરૂચ શહેર અને ગ્રામ્ય વિસ્તાર કોરોનાનું નવું હોટસ્પોટ બની રહ્યું છે.
ભરૂચ જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો શહેરી વિસ્તાર કરતા ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધુ છે જેમાં જિલ્લાના શહેરી વિસ્તારમાં અત્યાર સુધી કોરોનાના 202 કેસ તો ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના 273 કેસ નોંધાયા છે.