ભરૂચ: આગામી લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભાજપને પડકાર આપવા માટે વિપક્ષો પણ એકજૂટ થઈ રહ્યા છે. ત્યારે આ ગઠબંધનની લોકસભામાં કેટલી અસર પડશે. ઉપરાંત તાજેતરમાં જ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગુજરાતમાં સાથે મળીને લડવાનું નક્કી કર્યું છે. ત્યારે આ મામલે કોંગ્રેસના નેતા સ્વ. એહમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે ETV ભારતને શું કહ્યું ચાલો જોઈએ...
1) સવાલ :- 2024માં લોકસભાની ચૂંટણીમાં ભરૂચ લોકસભાની સીટ પરથી ચૂંટણી લડવા માટે ટિકિટની માંગણી કરી?
જવાબ :- મુમતાઝ પટેલે જણાવ્યું હતું કે મને મીડિયા દ્વારા પૂછવામાં આવેલ ત્યારે મેં કહ્યું હતું કે પાર્ટી કહેશે તો હું ભરૂચની લોકસભા બેઠક પરથી ચૂંટણી લડીશ.
2) સવાલ :- INDIA ના ગઠબંધન બાદ આમ આદમી પાર્ટીએ ભરૂચની લોકસભા બેઠક પરથી દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે તેવું જાહેર કર્યું છે.
જવાબ :- INDIAના ગઠબંધન દ્વારા સીટોની વહેંચણી કરવામાં આવશે અને નક્કી કરવામાં આવશે કે કઈ પાર્ટી કઈ સીટ પરથી લડશે. જો INDIAના ગઠબંધન દ્વારા ભરૂચની લોકસભાની બેઠક પરથી આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને લડશે તો હું અને અમારી કોંગ્રેસ પાર્ટી તેઓને સમર્થન આપીને ચૈતર વસાવાને જીતાડવા માટે કામ કરીશું. જો કોંગ્રેસ પાર્ટી તરફથી ભરૂચ લોકસભા બેઠક લડવામાં આવશે તો હું ચોક્કસ લોકસભા માટે ઉમેદવારી કરીશ.
3) સવાલ :- રાહુલ ગાંધી દ્વારા ભારત જોડો યાત્રાની બીજો ભાગ ગુજરાતમાંથી શરૂ કરવાના છે તો તેની લોકસભાની ચૂંટણી પર કેટલી અસર થશે?
જવાબ :- ભારત જોડો યાત્રાથી કોંગ્રેસના અને દેશના લોકોને એક પ્રકારે જુસ્સો વધારવાનું કામ કરશે. આવનાર લોકસભાની ચૂંટણીમાં તેની ઇમ્પેક્ટ જોવા મળશે. ભારત જોડો યાત્રા જ્યારે સાઉથમાંથી શરૂઆત થઈ હતી. ત્યારે ભારત દેશમાં એક નવી આશાનું કિરણ જાગ્યું હતું. તો આશા છે કે ભારત જોડો યાત્રાની 2024ની લોકસભાની ચૂંટણીમાં મોટી અસર જોવા મળશે.
4) સવાલ :- INDIA ગઠબંધન 26 વિપક્ષી પાર્ટીઓ છે તો આ ગઠબંધન યથાવત રહેશે કે નહિ?
જવાબ :- આપડે બધાએ ભારત દેશનાં લોકતંત્રને બચાવવાનું છે અને બધી વિપક્ષી પાર્ટીઓ એકસાથે આવી છે અને એક સાથે મળીને દેશને બચાવવાનું કામ કરીશું.