ભરૂચઃ પર્યાવરણના જતન માટે ભરૂચમાં સત્ય ચેતના પર્યાવરણ સંગઠન આગળ આવ્યું છે. આ સંગઠન દ્વારા નહિ નફા નહિ ખોટના ધોરણે બુક કરેલ ઓર્ડર મુજબ ગોબર સ્ટીકનું વિતરણ કરવાં આવ્યું હતું. હાલ પ્રાયોગિક ધોરણે 10 રૂપિયા કિલોના ભાવે આશરે 9000 કિલો ગોબર સ્ટીકનું ભરૂચમાં વિતરણકરાયું હતું.
આ ગોબર સ્ટીકથી હોળી પ્રગટાવવાથી વતાવરણમાં રહેલ ઓક્સીજનનું પ્રમાણ જળવાય રહે છે જયારે કાર્બનડાયોક્સાઈડના પ્રમાણમાં ઘટડો થાય છે. તો સાથે-સાથે બીમારીના વાયરસનો નાશ થાય છે. તેમજ વૃક્ષોનું જતન થાય છે અને વતાવર શુદ્ધ થાય છે. હાલતો આ ગોબર સ્ટ્રીકથી હોળી પ્રગટાવવાથી હોળીના આયોજકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.