- અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં જવાનો માર્ગ સ્થાનિકો દ્વારા બંધ કરી દેવાતા હાલાકી
- રસ્તો નવો બનાવવાની માગ સાથે સ્થાનિકોનું આંદોલન
- માર્ગ નહીં બને ત્યાં સુધી રસ્તો ખુલ્લો નહીં કરવા સ્થાનિકો અડગ
ભરૂચઃ અંકલેશ્વર રાજપીપળા ચોકડીથી જી.આઈ.ડી.સી.માં માર્ગ અત્યંત દયનિય હાલતમાં હોવાના કારણે આ માર્ગ બંધ કરવામા આવ્યો હતો અને જ્યાં સુધી માર્ગનું સમારકામ નહીં થાય ત્યાં સુધી આ માર્ગ ખુલ્લો ન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
જી.આઈ.ડી.સી.માર્ગ નવો બનાવવાની માગ
અંકલેશ્વર રાજપીપળા ચોકડીથી જી.આઈ.ડી.સી.માં જવાનો માર્ગ છેલ્લા ઘણા સમયથી ઉબડ ખાબડ છે અને તેના કારણે ધૂળિયું વાતાવરણ ઊભું થાય છે. આ વિસ્તારમાં માલધારી સમાજના અનેક લોકો રહે છે.
નોટિફાઇડ એરિયામાં માર્ગનું સમારકામ
માલધારી લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ અંગે સ્થાનિકો દ્વારા અવાર નવાર નોટિફાઇડ એરિયામાં માર્ગનું સમારકામ કરવા અંગે રજૂઆત કરવામાં આવી છે પરંતુ નોટિફાઈડ એરિયા ઓથોરીટી દ્વારા એક યા બીજા કારણોસર માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવ્યું નથી. જેનાથી ઉશ્કેરાયેલા સ્થાનિક રહીશોએ માર્ગ પર તાર તેમજ અન્ય અંતરાયો મૂકી માર્ગ બંધ કર્યો હતો. તેમજ સ્થાનિકો દ્વારા જ્યાં સુધી આ માર્ગ નહીં બનાવવામાં આવે ત્યાં સુધી માર્ગ ખુલ્લો નહીં કરાય તેવી ચીમકી ઉચ્ચારી હતી. પરંતુ સ્થાનિકોએ માર્ગ ખુલ્લો કરવા ધરાર ઇનકાર કરી દીધો હતો. અને જ્યાં સુધી માર્ગનું સમારકામ હાથ ધરવામાં નહીં આવે ત્યાં સુધી માર્ગ ખુલ્લો નહીં કરાય તેવી ચીમકી ઉચ્ચારી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે સવારે જી.આઈ.ડી.સી.માં નોકરી અર્થે જતાં હજારો વાહન ચાલકોએ માર્ગ બંધ રહેવાથી હાલાકી વેઠવી પડી હતી અને 5 કિમીનો ફેરો ફરીને નોકરી પર જવું પડ્યું હતું.