ETV Bharat / state

Kejariwal In Gujarat: 'ચૈતર વસાવા ભરૂચથી લોકસભા ચૂંટણી લડશે' - કેજરીવાલ - ચૈતર વસાવા

અરવિંદ કેજરીવાલ આજથી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. આ દરમિયાન ભરૂચના નેત્રંગ ખાતે જનસભાને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે ચૈતર વસાવા ભરૂચથી લોકસભા ચૂંટણી લડશે.

ચૈતર વસાવા ભરૂચથી લોકસભા ચૂંટણી લડશે
ચૈતર વસાવા ભરૂચથી લોકસભા ચૂંટણી લડશે
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 7, 2024, 3:40 PM IST

Updated : Jan 7, 2024, 8:07 PM IST

અરવિંદ કેજરીવાલ આજથી બે દિવસીય ગુજરાતની મુલાકાતે

ભરૂચ: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે છે. આજે બપોરે પંજાબના CM ભગવંત માન સાથે તેઓ વડોદરા પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ ભરૂચ ગયા હતા. ભરૂચ ખાતે કેજરીવાલે રેલીને સંબોધિત કરી હતી. જ્યાં તેઓએ આગામી લોકસભાની ચૂ્ંટણી 2024ને લઈ ભરૂચ સીટ પરથી ચૈતર વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. ચૈતર વસાવા જેલમાં રહેશે તો પણ આદિવાસી સમાજના લોકોને સાથે ભેગા મળીને ચૈતર વસાવા માટે પ્રચાર કરવા માટે અરવિંદ કેજરીવાલે અનુરોધ કર્યો હતો.

અરવિંદ કેજરીવાલે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, 30 વર્ષથી ભાજપનું રાજ છે. ભાજપે આદિવાસીઓ માટે કંઇ જ કર્યું નથી. ચૈતર વસાવાની પત્નીની ધરપકડ એટલે આદિવાસી સમાજની વહુનું અપમાન એવું કહેવાય અને આ અપમાનનો બદલો આદિવાસી સમાજ જરૂરથી લેશે. ચૈતર વસાવાને મંત્રીપદની ઓફર હતી પણ ચૈતરે સમાજને છોડ્યો નથી. જો ચૈતર વસાવાને મુક્ત કરો નહીં કરવામાં આવે તો ભાજપની ઉંધી ગણતરી શરૂ થઇ જશે.

કેજરીવાલે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના ઉચ્ચ વકીલને રોકવામાં આવ્યા છે. જેઓ ચૈતર વસાવા તથા શકુંતલા વસાવાનો કેસ લડી રહ્યા છે. આવનાર 20મી જાન્યુઆરી સુધીમાં તેઓને જેલમાંથી બહાર કાઢવાના પુરા પ્રયત્ન કરવામાં આવશે. અંતમાં 'જેલ કે તાલે તૂટેંગે ચૈતર વસાવા છૂટેગે'ના નારા સાથે અરવિંદ કેજરીવાલે પોતાનું વક્તવ્ય સમાપ્ત કર્યું હતું.

ચૈતર વસાવા ગુજરાતનો અને આમ આદમી પાર્ટીનો સિંહ છે :- ભગવંત માન

ચૈતર વસાવા ગુજરાતનો અને આમ આદમી પાર્ટીનો સિંહ છે અને આ અમારા સિંહથી ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ છે. ચૈતર વસાવાએ ગુજરાતની સરકારની પોલ ખોલી હતી. એટલા માટે તેને ખોટી રીતે ફસાવીને જેલમાં પૂરી દેવામાં આવ્યો છે. આવનારા દિવસોમાં ચૈતર વસાવા જેલમાંથી બહાર આવશે એટલે ફરીથી પ્રજાના કામ કરશે અને ભાજપના ભ્રષ્ટાચારને ઉજાગર કરતા રહેશે.

ઉલ્લેખનીય છે કે પંજાબ અને દિલ્હીમાં આમ આદમી પાર્ટીના ભવ્ય વિજય બાદ અરવિંદ કેજરીવાલે ગુજરાતને જીતવા પૂરી તાકાતથી પ્રચારકાર્ય કર્યુ હતું. ગુજરાત વિધાનસભા ચૂંટણી અગાઉ તેમણે ગુજરાતના ડઝનેક પ્રવાસો કર્યા હતા. ગુજરાતમાં આમ આદમી પાર્ટી 5 બેઠકો જીતી હતી. હવે લોકસભાની ચૂંટણીના કપરા ચઢાણ સામે છે. જો કે ઈન્ડિયા ગઠબંધનમાં હોવા છતા જે રાજ્યોમાં આમ આદમી પાર્ટી મજબૂત છે ત્યાં પોતાના દમ પર લોકસભા ચૂંટણી લડવા તૈયાર છે. પંજાબમાં તો અરવિંદ કેજરીવાલે પહેલા જ જાહેરાત કરી દીધી છે કે, પંજાબમાં તેઓ એકલાહાથે લોકસભા ચૂંટણી લડશે. ગુજરાતમાં પણ કેજરીવાલ લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની રણનીતિ જાહેર કરી શકે છે.

  1. Garbage Free City: સુરતની સૂરત ચમકી, શહેરને ગાર્બેજ ફ્રી સિટીમાં 7 સ્ટાર રેટિંગનું સર્ટીફિકેટ એનાયત
  2. kite festival: અમદાવાદમાં આજથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ શરૂ, CM ભુપેન્દ્ર પટેલે કર્યુ ઉદ્દઘાટન

Last Updated : Jan 7, 2024, 8:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.