પટના: ગુજરાતના અંકલેશ્વરના ડાયમંડ ઉદ્યોગપતિની પુત્રી પટણાથી મળી આવી છે. જેણે પટણામાં એક્ઝિબિશન રોડ પરના એક મંદિરમાં તેના દિવ્યાંગ પ્રેમી સાથે લગ્ન કરી લીધા હતા. આ દરમિયાન પોલીસ યુવતી સુધી પહોંચી હતી. પોલીસ સાથે તેના પિતા પણ હતાં. તેમનું આ અંગે યુવતીના પિતા તેને સગીર હોવાનું કહી રહ્યા છે.
આ યુવતી ગુજરાતના હીરા ઉદ્યોગપતિની પુત્રી છે, જે તેના ઘરેથી તેના પ્રેમી સાથે પટણા ભાગી ગઈ હતી. ગુજરાત પોલીસ તેની શોધ ખોળ કરી રહી હતી. ત્યારે પટના પોલસની મદદથી 3 દિવસ બાદ તેના પ્રેમી સાથે કદમકુઆન પોલીસ સ્ટેશન વિસ્તારના લોહાનીપુરથી અટકાયત કરવામાં આવી હતી. હિરા ઉદ્યોગપતિની પુત્રીની શોધ ખોળ માટે ગુજરાત પોલીસની ટીમ પટના પહોંચી હતી.
ફેસબુકમાં થઇ હતી દોસ્તી
અંકલેશ્વરના ઉદ્યોગપતિની પુત્રી તાન્યાની ફેસબુકના માધ્યમથી પટનાના લોહાનીપુરનો રહેવાસી દિવ્યાંગ અમિત શંકર જામુઅર સાથે મીત્રતા થઇ હતી. ત્યાર બાદ બંનેને પ્રેમ થઈ ગયો હતો. યુવતીનું કહેવું છે કે અમિતે તેની અપંગતા વિશેની માહિતી પહેલા જ આપી હતી.
સગીરાએ દિવ્યાંગ પ્રેમી સાથે લગ્ન કર્યા
મિત્રતા બાદ ગત 27 ઓગસ્ટના રોજ તાન્યા ગુજરાતથી ભાગીને પટના પહોંચી હતી અને 30 ઓગસ્ટની રાત્રે તેમણે પટણાના ગાંધી મેદાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક્ઝિબિશન રોડ પરના એક મંદિરમાં તેના દિવ્યાંગ પ્રેમી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન કર્યા બાદ છોકરાના પરિવારના સભ્યો પાસેથી આશીર્વાદ લેવા જઇ રહ્યો હતો, તે જ સમયે ગુજરાત અને પટણા પોલીસે બંનેને કસ્ટડીમાં લીધા હતા.
મંદિરમાં ડ્રામાં
તાન્યાએ મંદિરમાં તેના પિતા સાથે ગુજરાત અને બિહાર પોલીસને જોઇ ઉગ્રતાથી ડ્રામા કર્યો હતો. તાન્યા તેના પિતા વિશે ઉગ્રતાથી ખરાબ બોલવા લાગી હતી. તેના પ્રેમી અને સાસરિયા સાથે રહેવાની વાત કરી રહી હતી. અમિતના માતા-પિતાએ પણ તાન્યાને તેમની પુત્રીની જેમ ઘરમાં રાખવાની વાત કરી હતી.
પિતાએ પુત્રીને નાબાલિક કહી
તાન્યાના પિતા ગુજરાતમાં હીરાનો ધંધો કરે છે. તેમનું કહેવું છે કે તેમની પુત્રી તાન્યા હજી સગીર વયની છે અને અમિતે તેને ફસાવી અને બિહાર બોલાવી લગ્ન કર્યા છે. હાલમાં આ સમગ્ર ઘટના બાદ ગુજરાત પોલીસ મોડી રાત સુધી તાન્યાને ગુજરાતમાં લઈ જવાની ન્યાયિક કાર્યવાહી કરતી જોવા મળી હતી.