ભરૂચ : જિલ્લામાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. જ્યારે ગુનેગારો પણ કોરોના સંક્રમિત સામે આવી રહ્યા છે.
ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસે છેતરપીંડીના ગુનામાં વિક્રમ કાલે નામના આરોપીની ધરપડક કરી હતી. હાઈકોર્ટનાં આદેશ અનુસાર તેનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો.જેમાં તે કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યુ હતું.
આરોપી સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. કોરોનાની સારવાર દરમ્યાન આરોપી તકનો લાભ લઇ ડીસ્ચાર્જ લીધા બાદ ફરાર થઇ ગયો હતો.આ અંગેની જાણ થતાની સાથેજ ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસનો કાફલો દોડતો થઈ ગયો હતો.પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી તેને શોધવાની કવાયત હાથ ધરી છે.