ભરૂચ: જીલ્લામાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. મંગળવારે જિલ્લામાં કોરોનાના વધુ 19 પોઝિટિવ કેસ નોધાયા છે. જેમાં ભરૂચમાં 6, અંકલેશ્વરમાં 10 જ્યારે જંબુસર આમોદ અને ઝઘડિયામાં કોરોના વાઇરસના એક એક પોઝિટિવ કેસ નોધાયા છે.
14 દર્દીઓએ કોરોનાને માત આપી છે. નવા નોંધાયેલા કેસની સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 1231 પર પહોચ્યો છે. જેમાંથી 24 દર્દીઓના મોત નીપજ્યા છે. જ્યારે 1022 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. તેમજ 185 દર્દીઓ સારવાર હેઠળ છે.