ભરૂચ: જિલ્લા નગર સેવા સદનમાં વિપક્ષ કોંગ્રેસના નેતા સમસાદ સૈયદ અને અન્ય સભ્યો દ્વારા નગર પાલિકાના ચીફ ઓફિસર સંજય સોનીને રજૂઆત કરવામાં આવી હતી.
હાલ ઉનાળો ચાલી રહ્યો છે અને સાથે જ રમઝાન માસ પણ ચાલી રહ્યો છે. ત્યારે શહેરના તમામ 11 વોર્ડમાં પાણી નિયમિત મળે અને સાથે જ જે જગ્યાએ ટાંકી અથવા પાઈપનું સમારકામ કરવાનું હોય એ કામગીરી તાકીદે શરૂ કરવા માંગ કરવામાં આવી હતી.