ભરૂચઃ શહેર નજીક હાઇવે પર આવેલા કેબલ બ્રિજ પરનું ટોલ પ્લાઝા ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. આ ટોલ પ્લાઝા પર વાહન ચાલક અને કર્મચારીઓ વચ્ચે મારામારી ઘટના સામે આવી છે.
ટોલ પ્લાઝા પરથી પસાર થઇ રહેલા વાહન ચાલક સાથે ટોલ વસૂલવા બાબતે માથાકૂટ થઇ હતી. જેમાં વાહન ચાલકોએ કેબીનમાં ઘુસી ટોલ પ્લાઝાના કર્મચારીને માર માર્યો હતો. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ છે. જેમાં મારામારીના દ્રશ્યો જોઇ શકાય છે. આ બનાવ અંગે સી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ રાજકોટ: ભરૂડી ટોલ પ્લાઝામાં ટેક્ષમાંથી બચવા વાહન ચાલકે કાઢી તલવાર, સમગ્ર ઘટના CCTVમાં કેદ
ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પર આવેલા ભરુડી ટોલનાકા ખાતે ટોલ ટેક્સ નહીં ભરવા માટે આઇસર ગાડી GJ-23-W-4075ના ડ્રાઈવરે તલવાર કાઢી હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે. આઇસરના ડ્રાઈવરે ટોલ પ્લાઝા પરના કર્મચારીઓને ધાક-ધમકી પણ આપી હતી.
આ પણ વાંચોઃ કઠલાલના પીઠાઈ ટોલ પ્લાઝા પરથી ફાસ્ટટેગ મશીન લઈ કાર ચાલક ફરાર
ખેડા જિલ્લાના કઠલાલના પીઠાઈ ટોલ પ્લાઝા પરથી કર્મચારીના હાથમાંથી ફાસ્ટટેગ મશીન ઝૂંટવી કાર ચાલક ફરાર થઇ ગયો હતો. આ સમગ્ર ઘટનાના CCTVમાં કેદ થઇ છે. પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.